બોયફ્રેન્ડ નિક જોનસની સંપત્તિના મામલામાં ઘણી પાછળ છે પ્રિયંકા ચોપડા, જાણો સંપત્તિ ઉડાવી દેશે તમારા હોંશ

14 Jul, 2018

બોલીવુડ એકટ્રેસ પ્રિયંકા ચોપડા એટલે પિગ્ગી ચોપ્સ સમાચારોમાં ચમકતી રહે છે અને આજકાલ તે જયારથી તેને નવો બોયફ્રેન્ડ મળ્યો છે ત્યારથી તો રોજ તેના વિશે કોઇને કોઇને સમાચાર આવતા રહે છે. બોલીવુડ પછી હોલીવુડમાં ચમક પાથરતી રહેતી પ્રિયંકા ચોપડા આ દિવસો સિંગર એકટર નિક જોનસને ડેટ કરી રહી છે.

 

 

પ્રિયંકા ચોપડાના રિલેશન નિકની સાથે કેવો છે તેનો અંદાજ આ દિવસોની રોમાન્ટીક તસવીરો જોઇને લગાવી શકાય છે. પરંતુ તેના નિક જોનસની સાથે સંબંધ તેના ફેન્સને પસંદ નથી આવી રહયા.

જયારથી તેની રિલેશનશીપની વાત વાયરલ થઇ ત્યારથી લગાતાર સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહયા છે. હાલમાં જ પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયંકાની સાથે અમેરિકી સિંગર, એકટર અને લેખક નિક  ભારત આવ્યો.

પ્રિયંકા આ સમયે બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓમાં ગણતરી થાય છે અને ઘણા સમયથી તે હોલીવુડમાં કામ કરી રહી છે પરંતુ તમને જણાવી દઇએ કે પ્રિયંકાનો બોયફ્રેન્ડ નિક તેનાથી વધુ અમીર છે.

તમને જણાવી દઇએ કે નિક પ્રખ્યાત સિંગર છે તેના ગીતોના ફેન્સ દુનિયાભરમાં છે. તેને મોટા-ર શોમાં પરફોર્મન્સ કરતો પણ જોવા મળ્યો છે. મોંઘી ગાડીઓથી લઇને જબરદસ્ત ઘર સુધી તેની પાસે બધુ છે.

 

 

તમને જણાવી દઇએ કે ચાઇલ્ડ એકટર તરીકે પોતાની કેરીયર શરૂ કર્યું હતું. ત્યાર પછી તેની લોકપ્રિયતાનો ગ્રાફ હંમેશા વધી રહયો છે.

પ્રિયંકા ચોપડાએ હોલીવુડમાં ગયા પછી પોતાની કમાણીનો સારો એવો નફો કર્યો છે અને વર્ષ ૨૦૧૭માં પ્રિયંકાની કમાણી ૧૦ મિલિયન અમેરિકી ડોલર છે એટલે કે તેની વાર્ષિક આવક ૬૮ કરોડ રૂપિયા છે.

ત્યારે તેના બોયફ્રેન્ડની કુલ સંપત્તિ ૨૫ મિલિયન અમેરિકી ડોલર છે, ભારતીય રૂપિયામાં ૧૭૧ કરોડ રૂપિયાથી પણ વધારે છે. પ્રિયંકાને આ વાતથી કોઇ ફર્ક નથી પડતો કોઇ શું કહે છે તે પોતાના પ્રેમની હોડી પર નિકની સાથે ખુબ મસ્તી કરી રહી છે.