કેટલી છે પ્રિયંકા-નિક જોનસ એક વર્ષની કમાણી ? જાણીને તમે પણ રહી જશો દંગ

22 Aug, 2018

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની સગાઈની જાહેરાત બાદ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. પ્રિયંકા અને નિક બંનેનું નામ પોત-પોતાની ઈન્ડસ્ટ્રીમાં જાણીતું છે. બંનેની સ્ટારડમનો અંદાજ તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલથી સ્પષ્ટ થાય છે. જો બંનેની વાર્ષિક કમાણીની વાત કરીએ તો બંને અઢળક સંપત્તિના માલિક છે.

રિપોર્ટ્સ મુજબ અમેરિકન સિંગર નિક જોનસ કમાણી મામલે પ્રિયંકાથી કમાણી મામલે ઘણો આગળ છે.એક વેબસાઈટની રિપોર્ટ મુજબ નિક જોનસ વાર્ષિક લગભગ 25 મિલિયનની કમાણી કરે છે. એટલે કે તે વર્ષના 171 કરોડ રૂપિયા કમાય છે. જણાવી દઈએ કે આ આંકડો 1લી જૂન 2016થી 1લી જૂન 2017 સુધીની તેની કમાણીના રિપોર્ટ પર આધારિત છે.

Loading...

તો પ્રિયંકાની વાત કરીએ તો ફોર્બ્સની વાર્ષિક 2017ની રિપોર્ટ મુજબ પ્રિયંકા મોસ્ટ પાવરફુવ વુમેનની લિસ્ટમાં 97માં નંબર પર હતી. આ રિપોર્ટમાં પ્રિયંકાની વાર્ષિક કમાણી 64 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી છે. આવી રીતે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહેલા આ કપલની વાર્ષિક કમાણી 200 કરોડ રૂપિયાથી વધારે છે.

Loading...