પાંચ વર્ષની ઉંમરથી આ ગંભીર બીમારીથી પીડાય છે પ્રિયંકા ચોપડા, હવે થયો ખુલાસો

19 Sep, 2018

 પૂર્વ વિશ્ર્વ સુંદરી અભિનેત્રી પ્રિયંકા ચોપડાની ખુબસુરતી અને ફિટનેસના દરેક દિવાના છે. આ કારણ છે કે દેશ નહીં, પરંતુ વિદેશોમાં પણ હવે તેના હુસ્નના ચર્ચા થાય છે, ત્યારેતો અમેરિકન પોપ સ્ટાર નિક જોનસ તેના પર લટ્ટુ થઇ ઘુમી રહયો છે. ભલે જ પ્રિયંકાના ફિગર અને ખુબસુરતી જોઇને લોકોને લાગી રહયું હોય કે તે પુરી રીતે સ્વસ્થ છે. પરંતુ એવું નથી. પ્રિયંકા ચોપડા ઘણા લાંબા સમયથી એક ગંભીર બિમારીથી પિડાઇ રહી છે. 

જી, હાં હાલમાં જ પ્રિયંકા ચોપડાએ પોતાના ઓફિશ્યલ ટવીટર એકાઉન્ટથી આ વાતની જાણકારી આપી કે તે પ વર્ષથી આ બિમારીના સકંજામાં છે.

તેમણે જણાવ્યું કે તેને અસ્થમા રોગ છે, અને તેમાં છુપાવવા જેવી કોઇ વાત નથી. આ ટવીટની સાથે પ્રિયંકાએ એક વીડિયો પણ શેયર કર્યો છે. જેમાં તે અસ્થ્મા વિશે લોકોમાં જાગરૂક કરતી નજર આવી રહી છે.

પ્રિયંકાએ પોતાના ટવીટમાં લખ્યું છે,

જે લોકો મને નજીકથી જાણે છે તેમને ખબર છે કે હું અસ્થમાથી પીડિત છું. તેમાં છુપાવવા જેવું શું છે ? અસ્થમા પહેલા મને તેના સકંજામાં લઇ લે, મને ખબર છે કે તેને કાબુમાં કેવી રીતે લેવું. જયાર સુધી મારી પાસે ઇનહેલર છે, અસ્થમા મને મારા લક્ષ્ય પ્રાપ્ત કરવાથી રોકી નથી શકતો.