પ્રિયા પ્રકાશના નૈન મટ્ટકા ચોરાઉ હોવાનો આક્ષેપ

22 Feb, 2018

મલયાલમ ફિલ્મ 'ઓડુ અડાર લવ' ફિલ્મનો વીડિયો વાયરલ થયો. પ્રિયા પ્રકાશ વૉરિયરની આ ક્લિપ વાઈરલ થઈ. આ ક્લિપ જબરદસ્ત વાઈરલ થઈ અને પ્રિયા પ્રકાશ રાતોરાત સ્ટાર બની ગઈ. પ્રિયા પ્રકાશના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સની સંખ્યા માર્ક ઝકરબર્ગ કરતા વધી ગઈ. પ્રિયા પ્રકાશના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ 45 લાખ છે. જ્યારે ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝકરબર્ગના 40 લાખ ફૉલોઅર્સ છે. હવે કહાનીમા ટ્વીસ્ટ આવ્યો છે. અન્ય એક મલયાલમ ફિલ્મ 'કિડૂ'નાં મેકર્સ પર પ્રિયા પ્રકાશનો આ સીન ચોરવાનો આક્ષેપ લાગ્યો છે. 'કિડૂ' ફિલ્મમાં પણ ક્લાસરૂમ રોમાન્સનો આવો જ એક સીન છે. એ સીનમાં છોકરો-છોકરી એકબીજા સામે આંખોથી ઈશારા કરી રહ્યાં છે. આક્ષેપ છે કે 'કિડૂ'નો આ સીન પ્રિયા પ્રકાશના સીનમાંથી ચોરી લેવાયો છે. પરંતુ 'કિડૂ'નાં ડિરેક્ટર માજીદ આબુએ ચોખવટ કરી છે કે આ વાત ખોટી છે. 'કિડૂ'નું શૂટિંગ પ્રિયાનો વીડિયો રિલિઝ થયો તે પહેલાં પૂરું થઈ ગયેલું. એટલે પ્રિયાનો સીન 'કિડૂ'ની કોપી છે. વેલ, આ બંનેમાંથી કોણ સાચું બોલે છે એ તો ખબર નહી, પરંતુ બીજા નૈન મટ્ટકા વાઈરલ થવાની અણી પર છે એ ચોક્કસ છે. 

Loading...

Loading...