આંખ મારનાર પ્રિયા પ્રકાશ બની ગ્લેમરસ, કિસ્મત ચમકતા જાહેરાત માટે મળી 1 કરોડ રૂ.ની ઓફર!

14 Jul, 2018

 વિંક ગર્લ પ્રિયા પ્રકાશ સોશ્યિલ મીડિયા પર છવાયેલી રહે છે, જોકે હવે તે ફરી એકવાર ચર્ચામાં છે. પોતાની આંખોની મસ્તીને કારણે યુવાનોના દિલ જીતનારી પ્રિયા પ્રકાશના સ્ટાર હાલ સાતમા આસમાને છે. વાયરલ વીડિયો બાદથી સતત ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહેનારી પ્રિયા પ્રકાશના હાથે એક મોટો પ્રોજેક્ટ લાગ્યો છે. તાજેતરમાં જ તેણે એક કોમર્શિયલ એડ માટે 1 કરોડ રૂપિયાની ડીલ સાઈન કરી છે.

- એક અહેવાલ અનુસાર આ એડની શૂટિંગ મુંબઈના એક સ્ટૂડિયોમાં થવાની છે. અમુક દિવસ પહેલા જ પ્રિયા પ્રકાશ મુંબઈના એક સ્ટૂડિયોની બહાર જોવા મળી હતી. જોકે તે સમયે પ્રિયા મૂડમાં નહોતી લાગી રહી અને તેણે ફોટોગ્રાફર્સને પોઝ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

- આ વર્ષે એક વાયરલ વીડિયોને કારણે પ્રિયા પ્રકાશ રાતોરાત સેલિબ્રિટી બની ગઈ હતી. આ વાયરલ વીડિયો બાદ તે નેશનલ ક્રશ બની ગઈ હતી. આ ઘટના પહેલા પ્રિયા પ્રકાશના અમુક હજાર ફોલોઅર્સ હતા અને હવે 6 મિલિયન જેટલા થઈ ગયા છે.

- પ્રિયા પ્રકાશ માટે આ વીડિયો લાઈફ ચેન્જિંગ સાબિત થઈ રહ્યો છે. સેલિબ્રિટી બન્યા બાદથી પ્રિયા ઘણી ગ્લેમરસ બની ગઈ છે. તે સોશ્યિલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરતી રહે છે.