પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવે છે શું ઈલાજ કરી શકાય ?

25 Jun, 2018

ઘણી વાર માનસિક અસ્વસ્થતાને કારણે ગળા કે પાછળના ભાગે કે પછી પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળની આદત થઈ જાય છે. આવું કોઈ ખાસ સ્થિતિમાં થાય છે. ચામડીના રોગની જેમ તેમાં હંમેશાં ખંજવાળ આવતી નથી. આ સમસ્યાની વધુ સારી સારવાર એક સારા મનોવિજ્ઞાની કરી શકે છે.મહિલાઓ માટે પ્રાઇવેટ પાર્ટમાં મૂકવા માટેની કેટલીક એન્ટીફંગલ ટેબ્લેટ્સ આવે છે. છ દિવસ સતત તેનો ઉપયોગ કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે. એટલું ધ્યાન રાખવું કે, જ્યાં સુધી આ છ દિવસનો ઇલાજ ચાલે, ત્યાં સુધી તમે પાર્ટનર સાથે સહવાસથી દૂર રહો. આમ કરશો તો ઇન્ફેક્શનની સમસ્યા નહિ રહે.

 
જો સંભોગ બાદ પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવે તો સંભવ છે કે, આ ઇન્ફેક્શનને કારણે થયું હોઈ શકે. મોટે ભાગે અહીં ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે. ઘણી વાર પાર્ટનરને જો પ્રાઇવેટ પાર્ટમાંથી સફેદ પાણી નીકળવાની સમસ્યા હોય તો તેને કારણે ખંજવાળ આવી શકે છે. તેનું કારણ પણ ફંગલ ઇન્ફેક્શન જ છે. આવામાં સહવાસ બાદ પ્રાઇવેટ પાર્ટ થોડો વધુ લાલ થઈ જાય છે અને તેમાં ખંજવાળ પણ આવી શકે છે. તેની સારવાર એન્ટી ફંગલ ક્રીમ છે.