વિદ્યાર્થિનીનો આરોપ : ૭ મહિનાથી સ્કુલમાં પ્રિન્સીપાલ, બે શિક્ષક અને ૧પ છાત્ર સહિત ૧૮ જણાએ કર્યો ગેંગરેપ

07 Jul, 2018

 બિહારના સારણના એક હચમચાવનારી ઘટના સામે આવે છે. અહીં એક પ્રાઇવેટ સ્કુલમાં અભ્યાસ કરનારી સગીર યુવતીએ સ્કુલના પ્રિન્સીપાલ, ર શિક્ષક અને ૧પ વિદ્યાર્થીઓ પર સાત મહિનાથી ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ધો. ૧૦ની વિદ્યાર્થિનીના આરોપ પર સારણ પોીસે શુક્રવારના ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી જેમાં પ્રિન્સીપાલ અને એક શિક્ષક સહિત બે વિદ્યાર્થી સામેલ છે.

પીડિતાના મતે તેની સાથે ડિસેમ્બર મહિનાથી હેવાનિયતની કરી રહ્યાં હતા, પરંતુ પોલીસની પાસે તે શુક્રવારના રોજ જઇ શકી. કારણ કે તેના પિતા થોડાંક મહિનાથી જેલમાં હતા. પીડિતાએ પોતાની એફઆઇઆરમાં 18 લોકોને આરોપી બનાવ્યા છે.
 
 

 

મેડિકલ તપાસ માટે છપરા લાવામાં આવેલી પીડિતાએ મીડિયાને કહ્યું કે ડિસેમ્બરમાં સ્કૂલના કેટલાંક વિદ્યાર્થીઓએ સ્કૂલના શૌચાલયમાં જ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો અને વીડિયો બનાવી લીધો. પીડિતાને એ પણ ખબર નહોતી કે શૌચાલયમાં તેના પર કેટલાં છોકરાઓએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારથી છોકરાઓ વીડિયો દ્વારા બ્લેકમેલ કરતાં સ્કૂલમાં જ તેના પર સામૂહિક દુષ્કર્મ કરતા રહ્યાં.

પીડિતાએ કહ્યું કે તેને આ ઘટનાની ફરિયાદ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કરી, પરંતુ પ્રિન્સિપાલ કાર્યવાહી કરવાના બદલે પોતે પણ બે શિક્ષકોની સાથે રેપ કરવા લાગ્યા. સારણ એસપી દરકે કિશોર રાયે કહ્યું કે પીડિતાએ 18 લોકોના નામ બતાવ્યા જેમાં 15 વિદ્યાર્થીઓ સામેલ છે. એસપી એ કહ્યું કે 14 આરોપી ભાગી ગયા છે, પરંતુ તેમને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
 

 

હાલ મેડિકલ તપાસ માટે છોકરીને સારણથી છપરા લાવામાં આવી. શનિવારના રોજ કોર્ટના નિવેદન આપવા હાજર કરાશે. સૂત્રોના મતે પીડિતાના પિતા થોડાંક દિવસ પહેલાં જ જામીન પર જેલમાંથી નીકળ્યા છે.