પ્રિતી ઝિંટાએ પહેરી અજીબોગરીબ બિકીની, જેને જોઇને તમારું મગજ પણ ચકરાવે ચડી જશે

09 Jul, 2018

બોલીવુડ અભિનેત્રી પ્રિતી ઝિંટા ભલે જ વર્ષોથી ફિલ્મોથી દુર છે., પરંતુ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની માલિક હોવાને કારણે તે ચર્ચામાં બની રહે છે. ડિંપલ ગર્લે ફિલ્મ દિલ સે બોલીવુડમાં પોતાની કેરીયરની શરૂઆત કરી હ તી. ત્યાર પછી તેને કયા કહેના, કલ હો ના હો, લક્ષ્ય અને વીર-ઝારા જેવી ઘણી હિટ ફિલ્મો કરી. બોલીવુડમાં પ્રિતીની છેલ્લી ફિલ્મ વેલકમ ટુ ન્યુયોર્ક હતી.

 

 

પ્રીતિ વર્ષ ૨૦૧૬માં પોતાના ૧૦ વર્ષ નાના અમેરિકન બોયફ્રેન્ડ જીન ગુડઇનફની સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી. બંનેના લગ્ન લોસ એંજેલિસમાં ગુપચુપ રીતે થયા હતા. વેડીંગ ફોટોઝ લગ્નના લગભગ ૬ મહિના પછી મીડિયામાં આવ્યા હતા.
 
 

પ્રીતિ સોશ્યલ મીડિયા પર ઘણી એકટીવ છે. તે હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડીયોઝ શેર કરે છે. આ વખતે પણ પ્રીતિએ એવી તસવીર શેર કરી, જે પછી ફેન્સે કોમેન્ટોનો વરસાદ કરી દીધો.

 

 

પ્રીતિ ઝિંટાએ પોતાના ઇન્સટાગ્રામ એકાઉન્ટ પર બિકીની પહેરી એક તસવીર શેર કરી છે. તેને જણાવ્યું કે આ અમેરિકન બિકીની તેના પતિએ તેને ગીફટ કરી છે. પ્રીતિએ એ પણ કહયું કે તેને આ બિકીનીને ખાસ કરીને યુએસના ઇન્ડિપેંડેસ ડે ના અવસરે પહેરવા માટે પસંદ કરી છે. પ્રીતિએ આ તસવીર શેયર કરતા લખ્યું.

ખુશીયોવાલી ૪થી જુલાઇની બધી જ શુભકામનાઓ. મને મારા નવા ઘરથી પ્રેમ છે જે ઘરથી દુર છે. પતિએ મને અમેરિકન બિકીની અપાવી છે મને લાગે છે કે આને આજે પહેરવી એકદમ સહી છે.

 

 

જો કે, પ્રીતિ જિંટા આ તસવીરમાં જે ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે, તેના ઉપર બિકીનીનાી પ્રિંટ બનાવેલી છે. આ બિકીની પ્રિંટની ડિઝાઇન અમેરિકન ધ્વજથી પ્રેરિત છે. પછી શું લોકોએ પ્રીતિની આ અમેરિકન બિકીની પર ઘણી મજા લીધી અને પોતાના અટપટા રીએકશન દેવાના શરૂ કરી દીધા.