દાઢી-મુંછના સફેદ વાળ નેચરલી કાળા કરવા કરો આ ઉપાયો

01 Feb, 2018

 ઉંમર વધતાની સાથે વાળ સફેદ થવાનું શરૂ થઇ જાય છે, પણ નાની ઉંમરે તમારા વાળ અકાળે સફેદ થવા લાગ્યા છે તો દરેક વ્યકિત માટે ભયાનક સ્વપ્ન સમાન જ હોય છે. કયારેક વાળ સફેદ થવાનું કારણ શરીરમાં મેલાનિનની ઉણપ અથવા ભોજનમાં યોગ્ય પ્રકારનું પોષણ ન મળતું પણ હોઇ શકે છે. એમાંય પુરૂષોમાં વાળ સફેદ થવાની સમસ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે.

માથાના વાળમાં તો કલર અને ડાઇ કરી શકાય પણ ઘણા પુરૂષોના તો દાઢી-મુંછના વાળ પણ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે. જો કે તેને કાળા કરવા માટે માર્કેટમાં ઘણા ઓપ્શન ઉપલબ્ધ છે. પણ આખરે તો તે માત્ર નુકસાન જ કરે છે. જેથી આજે અમે તમને નુસખાઓ જણાવીશું, જેની મદદથી તમારી દાઢી-મુંછના સફેદ વાળ ધીરે ધીરે કાળા થશે અને તેનો રંગ જળવાશે.
- ર ચમચી ડુંગળીના રસમાં ફુદીનાના પાન મિક્ષ કરીને મુંછ અને દાઢી પર લગાવવાથી સફેદ વાળ ધીરે ધીરે કાળા થવા લાગશે.
- અડધી વાટકી કાચા પપૈયાને પીસીને તેમાં ચપટી હળદર અને એક ચમચી એલોવેરાનો જયુસ મિક્ષ કરીને દાઢી-મુંછ પર લગાવવાથી તે સફેદ થતાં નથી.
- ૧ ગ્લાસ પાણીમાં મીઠા લીમડાના પાન નાખીને ઉકાળી લો. આ પાણી દરરોજ દાઢી-મુંછ પર લગાવવાથી ત્યાંના વાળ કાળા રહે છે
- મીઠા લીમડાના પાનને નારિયેળ તેલમાં ઉકાળી ઠંડુ થયા બાદ તેનાથી રોજ દાઢી-મુંછના વાળમાં માલિશ કરો. ત્યાંના સફેદ વાળ કાળા થવા લાગશે.
- આમળાનો પાઉડર અને નારિયેળ તેલને મિક્ષ કરીને ઉકાળી લો. આ તેલ ઠંડુ થયા બાદ તેનાથી દાઢી-મુંછ પર માલિશ કરો. વાળ કાળા રહેશે.
- અળસીમાં ઓમેગા-૩ ફેટી એસિડસ હોય છે. રોજ ૧ ચમચી અળસી ખાવાથી દાઢી-મુંછના વાળ કાળા રહે છે
- રોજ ફુદીનાની ચા પીવાથી દાઢી-મુંછના વાળ સફેદ થતાં નથી
- ગાયના માખણથી દાઢી-મુંછના વાળમાં માલિશ કરવાથી ત્યાંના વાળ જલ્દી સફેદ થતાં નથી
- અડધા કપ પાણીમાં ર ચમચી ખાંડ મિક્ષ કરો. તેમાં અડધા લીંબુનો રસ મિક્ષ કરી દાઢી-મુંછના વાળ પર લગાવવાથી વાળ કાળા રહે છે
- અડધી વાટકી તુવેરની દાળ અને ૧ બટાકાને પીસીને મિક્ષ કરીને. આ પેસ્ટ દાઢી-મુંછ પર લગાવવાથી ત્યાંના વાળ ઓછા સફેદ થાય છે.