Breaking News : શ્રીદેવીની પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલાસો, હાર્ટએટેક નહીં, બાથટબમાં ડુબવાથી થઇ મોત

26 Feb, 2018

 બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીનું દુબઇમાં નિધન થયા પછી તેના મોત પર કલાકે કલાકે અટકળો લગાડવામાં આવે છે.

આ વચ્ચે ગલ્ફ ન્યુઝના એક અહેવાલ મુજબ શ્રીદેવીની મોત બાથટબમાં ડુબવાથી થઇ હતી. આ પહેલા હાર્ટએટેક અને કોસ્મેટીક સર્જરી શ્રીદેવીના મોતનું કારણ બતાવવામાં આવી રહયું હતું.
વધુમાં જણાવ્યા મુજબ શ્રીદેવી નશામાં હતી જેના કારણે તેનું બેલેન્સ બગડયુ અને બાથટબમાં પડી ગઇ. જેનાથી ડુબવાથી તેનું મોત થયું છે. આ રીપોર્ટે શ્રીદેવીની કાર્ડિયાક અરેસ્ટ આવવાની વાત ખોટી સાબિત કરી ચુકી છે.  શ્રીદેવીના શરીરમાં દારૂના અંશ મળ્યા છે. હવે શ્રીદેવીના પરિવારવાળાઓ ડેથ સર્ટીફીકેટ જાહેર કર્યું છે. બધા ડોકયુમેન્ટ મળ્યા પછી ડેડબોડીને એયરપોર્ટ પર લાવવામાં આવશે. દુબઇ પોલીસે આ મામલામાં પતિ બોનીકપુરનું નિવેદન નોંધી લીધું છે.
દુબઇ પોલીસના જણાવ્યા મુજબ તેનું ડેથ સર્ટીફીકેટ જાહેર કરવામાં આવ્યું છે. ડેડબોડીને દુબઇથી મુંબઇ લાવવાની બધી ઔપચારિક લગભગ પુરી થઇ ગઇ હતી.
તમને જણાવી દઇએ કે શ્રીદેવીના પતિ બોનીકપુરનું દુબઇ પોલીસે નિવેદન નોંધ્યું છે. ચાર અધિકારીઓની એક ટીમ બોનીનો ઓડિયો એન વીડિયો નિવેદન રેકોર્ડ કર્યું છે. આ નિવેદન લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલ્યું. આ સિવાય દુબઇ પોલીસને બીજા ત્રણ લોકોનું સ્ટેટમેન્ટ પણ નોંધ્યું છે.