શું તમે પૉપ કોર્ન ખાવાના ફાયદા જાણો છો ? નહીં તો જાણી લો એકવાર

10 Jul, 2018

પોપકોર્ન ખાવાના ફાયદા

1. યૂનિવર્સિટી ઓફ સ્ક્રેંટોનમાં થયેલી એક રિસર્ચ મુજબ પોપકોર્નમાં એન્ટીઓક્સીડેન્ટ્સ સારી માત્રામાં હોય છે. આ સિવાય આમાં પોલીફિનોલ્સ પણ હોય છે જે ફળોમાંથી મળે છે.
 

 
2. રિસર્ચ મુજબ પોલીફિનોલ્સ ઓસ્ટિયોપોરોસિસ, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને ન્યૂરોપ્રોબ્લેમ્સથી બચાવે છે. આ સિવાય તેમાં ફાયબર, વિટામિન બી કોમ્પલેક્સ, મેંગ્નીઝ અને મેગ્નેશિયમ હોય છે.
3. પોપકોર્નમાં રહેલું ફાયબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને આર્ટરીઝમાં બ્લોકેજ થતાં રોકે છે. જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ ઘટે છે. 
4. પોપકોર્નમાં પોલીફેનોલિક(polyphenolic) એસિડ હોય છે. જે એન્ટીઓક્સીડેન્ટની જેમ કામ કરે છે અને કેન્સર થવાનો ખતરો ઘટાડે છે. આ સિવાય તે ચહેરા પર વધતી ઉંમરની અસરને રોકે છે.
 

 
5. આમાં બટાકાની ચિપ્સની તુલનામાં 5 ગણી ઓછી કેલરી હોય છે. 25 ગ્રામ પોપકોર્નમાં 0.9 મિગ્રા આયર્ન હોય છે. જે લોકોને શરીરમાં આયર્નની કમી હોય તેમણે પોપકોર્ન ડાયટમાં જરૂર સામેલ કરવા જોઈએ.
6. લો કેલરી અને હાઈ ફાયબર હોવાને કારણે પોપકોર્ન એક પરફેક્ટ ડાયટિંગ સ્નેક છે. તેને ખાવાથી જલ્દી ભૂખ લાગતી નથી. 
7. જે લોકોને જલ્દી થાકી જવાનો પ્રોબ્લેમ હોય તેમણે પોપકોર્ન ખાવા જોઈએ કારણ કે બોડીમાં આયર્નની કમીને કારણે થાક જલ્દી લાગે છે અને પોપકોર્ન આયર્નની કમીને દૂર કરે છે.