લગ્નનાં 10 દિવસ પહેલા દીપિકા અને રણવીર કરશે આ ખાસ પૂજા

24 Aug, 2018

બોલીવુડનાં સૌથી લોકપ્રિય કપલમાં સામેલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 20 નવેમ્બરનાં રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન ઇટલીનાં લેક કોમોમાં થશે. આ લગ્નમાં ફક્ત ફેમિલી મેમ્બર્સ અને દીપિકા-રણવીરનાં નજીકનાં દોસ્તો હાજર રહેશે. ઇટલીમાં લગ્ન બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજાશે. દીપિકા અને રણવીરનાં લગ્ન પહેલા એક ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.દીપિકાની માતાએ રણવીર સિંહ અને તેના સંપૂર્ણ પરિવારને લગ્ન પહેલા ભવ્ય પૂજામાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. રણવીરનાં માતા-પિતા નવેમ્બરનાં પ્રથમ અઠવાડીયામાં બેંગલુરૂ જશે. લગ્ન પહેલા થનારી આ પૂજાને નંદી પૂજા કહેવામાં આવશે અને આ દીપિકાનાં બેંગલુરૂ સ્થિત ઘરમાં થશે. એક રિપોર્ટ પ્રમાણે દીપિકાની માતા નંદી મંદિરનાં અધિકારીઓ સાથે પહેલાથી બૂકિંગ કરી ચુકી છે.માનવામાં આવી રહ્યું છે કે દીપિકા અને રણવીરનાં લગ્નમાં ફક્ત 30 ગેસ્ટ હશે. આ પહેલા સમાચાર હતા દીપકા-રણવીરનાં લગ્નમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હશે.