Positive News

PM મોદી આજથી ગુજરાતમાંઃ ભરુચમાં બ્રિજ લોકાર્પણ, આઇકોનિક બસ ટર્મિનલનો શિલાન્યાસ કરશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના બે દિવસના અઢળક  કાર્યક્રમોના લિસ્ટ સાથે ગુજરાત પ્રવાસે છે. તેમાં ભરુચમાં યોજાનાર કેબલ સ્ટેઇડ બ્રિજના ઉદઘાટનની સાથે અન્ય એક મોટા પ્રોજેક્ટ માટે પણ હાજરી આપવાના છે. ભરુચમાં વડાપ્રધાન મોદીના હસ્તે 7મીની સાંજે અદ્યતન બસ ટર્મિનલનો શિલાન્યાસ થવાનો છે. આ સમયે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નિતીન ગડકરી સહિત ગુજરાતના મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ તથા ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ તેમ જ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.તેની વિગતો રસપ્રદ છે.

ભરુચમાં નિર્માણ પામનાર આઇકોનિક બસ ટર્મિનલ ૨૧,૫૯૩ ચોરસ મીટરના વ્યાપમાં ફેલાયેલું હશે. જે રુપિયા ૯૨.૬૭ કરોડની પ્રોજેકટ કોસ્ટ સાથે PPP ધોરણે બસ ટર્મિનલ નિર્માણ થશે

વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળતા હતા ત્યારે તેમણે બસ સ્ટેશનોનો આધુનિક કાયાકલ્પ કરવાનું વિઝન વિકસાવ્યુ હતું. જેને સાકાર કરવાગુજરાત સરકારે રાજ્યના મહત્ત્વના શહેરોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ સમકક્ષ સુવિધાયુકત ૬ સ્ટેટ ઓફ ધ આર્ટ બસ ટર્મિનલ વિકસાવી રહ્યાં છે. અમદાવાદમાં ગીતામંદિર અને રાણીપ, વડોદરામાં વડોદરા સેન્ટ્રલ બસમથક અને મકરપુરા, મહેસાણા અને સૂરત ખાતે નિર્માણ કર્યા છે, તે શૃંખલામાં ભરુચ પણ જોડાઇ રહ્યું છે.
મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં પણ આ જ પરિપાટીએ જિલ્લાકક્ષાના વધુ ૧૦ બસ ટર્મિનલ વિકસાવવાનો નિર્ણય લેવાયો છે.
જેમાં પીપીપી ધોરણે આધુનિક કાયાકલ્પથી નિર્માણ પામનાર ૧૦ બસ ટર્મિનલોમાં અમરેલી, ભૂજ, જૂનાગઢ, રાજકોટ, નડિયાદ, નવસારી, મોડાસા, પાટણ તથા પાલનપુર બસમથકોને કુલ રૂા. ૯૧૩.૩૦ કરોડના અંદાજિત પ્રોજેકટ ખર્ચ સાથે વાણિજ્યક સુવિધાઓ સહિત વધુ સુવિધાસભર બનાવવામાં આવશે.

ડિઝાઇન, બિલ્ટ, ફાઇનાન્સ ઓપરેટ અને ટ્રાન્સફરના મોડેલ અંતર્ગત તૈયાર થનારા આ બસ સ્ટેશન્સમાં ડિજિટલ ડીસપ્લે સાથે આવાગમનની ફેસિલિટી ઉપરાંત વેરિએબલ મેસેજ સાઇન બોર્ડ, સીસીટીવી, સર્વેલન્સ સીસ્ટમ, ડીલક્સ પ્રતિક્ષા ખંડ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, કલોક રૂમ સુવિધાઓ ઉપરાંત રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, પ્લાઝા, બજેટ હોટલ અને મલ્ટીપ્લેક્સની વાણિજ્યક સુવિધાઓ તથા ગુજરાત એસટી નિગમની વહીવટી ઓફિસ, પાર્સલ રૂમ, મેઇન્ટેનન્સ વર્કશોપ અને ફ્યુઅલ સ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
રાજ્ય સરકારે આવી અદ્યતન સુવિધાઓ સાથેના આ ૧૦ બસ ટર્મિનલના નિર્માણ સાથે ૩૦ વર્ષ સુધી સારસંભાળ-મરામતની કામગીરી સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણો સાથે જાળવવાનું પણ સુદ્રઢ આયોજન કર્યું છે.પ્રવાસી નાગરિકોને બસમથકોમાં સમયાનુકુલ આધુનિક સુવિધાઓ પૂરી પાડીને યાતાયાત સગવડોમાં વધારો કરવા આ વર્ષે અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ મુસાફરો માટે એસટી નિગમ ૧૬૦૦ નવી બસ શરૂ કરવાનું આયોજન ધરાવે છે.જેનો અંદાજે દરરોજ ૮૩ હજારથી વધુ નાગરિકોને લાભ મળશે. રાજ્યના બજેટમાં આ માટે રૂ. ૪૧૦ કરોડ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

Loading...
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post