લાલ કિલ્લા પર પીએમ મોદીએ સંભળાવી કવિતા, ‘અંબર સે ઉંચા જાના હે'

15 Aug, 2018

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 72 માં સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ સરકારની તમામ યોજનાઓ પણ ગણાવી અને ઘણા મોટા એલાન પણ કર્યા. પીએમ મોદીએ પોતાના 82 મિનિટના ભાષણમાં વિપક્ષ પર ઘણા હુમલા કર્યા અને જણાવ્યુ કે કેવી રીતે 2013 ની તુલનામાં છેલ્લા ચાર વર્ષોમાં તેમની સરકારે વિકાસને નવી ગતિ આપી છે. પોતાના ભાષણના અંતમાં પીએમ મોદીએ એક કવિતા સંભળાવી અને ભાષણને વિરામ આપ્યો.
 

 
અપને મનમે એક લક્ષ્ય લિએ
મંઝિલ અપની પ્રત્યક્ષ લિએ
હમ તોડ રહે હે ઝંઝીરે હમે બદલ રહે હે તસવીરેં
યહ નવયુગ હે યહ નવભારત હે
ખુદ લિખેંગે અપની તકદીર હમ બદલ રહે હે અપની તસવીર
હમ નિકલ પડે હે પ્રણ કરકે અપના તનમન અર્પણ કરકે જિદ હે, એક સૂર્ય ઉગાના હે અંબર સે ઉંચા જાના હે એક ભારત નયા બનાના હે