શું તમે ક્યારેય પીઝા ના બોક્સ બાજુ ધ્યાન આપ્યું છે ?

22 Jun, 2018

પિત્ઝા માટે ઘણીવાર કહેવાય છે કે, તે જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ તમને જાણીને અચરજ થશે કે, જે બૉક્સમાં પિત્ઝા રાખવામાં આવે છે તે પણ ઓછું હાનિકારક નથી. આ પિત્ઝા બૉક્સ તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. અથવા કહી શકો છો કે, પિત્ઝા કરતા પિત્ઝા બૉક્સ વધુ હાનિકારક છે.

 
જો તમે ગરમગરમ પિત્ઝા ઑર્ડર કરતા હોય તો આટલું જરૂરથી વાંચી લેજો. જાણો કેમ અને કેવી રીતે આ પિત્ઝા બૉક્સ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
 
પિત્ઝા બૉક્સ હાનિકારક રિસાઈકલ્ડ મટિરિયલમાંથી બનેલું હોય છે. ભારે શક્યતાઓ છે કે, તેમ ગ્લૂઝ, ડાઈઝ અને ટૉક્સિક હોઈ શકે છે જે ગરમ પિત્ઝા સાથે મિક્સ થઈ જશે શકે છે.
 
પિત્ઝા બૉક્સમાં ડાયસોબૂટિલ ફાથેલેટ (DIBP)નામનું એક કેમિકલ હોય છે, જે ફૂડ રેગ્યુલેટરી એજન્સી અનુસાર માણસના પ્રજનન વિકાસ પર હાનિકારક અસરો કરે છે.
 
પિત્ઝા ડિલીવરી મોટાભાગે ગરમ પિત્ઝાનો દાવો કરે છે પણ તેની સાથે આપણે એક ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. બૉક્સની અંદર, તાપમાન 60-65 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને પિત્ઝા ઘણી મિનિટો સુધી ગરમ રહી શકે છે, આનાથી પેકેજિંગથી ખાવામાં ટૉક્સિક સબ્સેન્ટ જવાની શક્યતા વધી જાય છે.