જુઓ તારક મહેતા...ના પિંકુના માતાપિતાની પહેલી તસવીર : ૯ વર્ષ પછી થઇ એન્ટ્રી

30 Jan, 2018

 તારક મહેતા...માં હાલમાં ગોકુલધામમાં રહેતા પિંકુનો ટ્રેક ચાલી રહયો છે. તારક મહેતા જયારથી ચાલુ થઇ છે ત્યારથી પિંકુના માતાપિતા બતાવવામાં આવ્યા નથી. આ સિરીયલમાં પિંકુના પેરેન્ટસનો ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે.

તારક મહેતામાં હાલમાં ટપુસેના પિંકુના માતાપિતાને શોધી રહયા છે. તો બીજી બાજુ પિંકુ પોતાના માતાપિતાની માહિતી છુપાવી રહયો છે.
૨૬ જાન્યુઆરીના રોજ ગોકુલધામમાં પિંકુને તેના પેરેન્ટસ સાથે આવવાનું આમંત્રણ પાઠવે છે. પિંકુ પોતાના માતાપિતાને કોક રહસ્યમય કારણને લીધે લાવતી શકતો નથી. અંતે તે પોતાના રસોઇયા અને ઘરની નોકરાણીને પેરેન્ટસ બનાવવીને લાવે છે. રસોઇયાને રોલ એકટર હર્ષ ચતરથે કામવાળીના રોલ મૌસમી તોંડવલ્કરે કર્યો છે. હવે, પિંકુના સીરીયલમાં સાચા પેરેન્ટસ કયારે આવશે તે જોવાની ઉત્સુકતા દર્શકોમાં છે.