તારક મહેતા...માં પિંકુના જુઠનો પર્દાફાશ, ચંપકચાચા થયા ધુંવાપુંવા, જાણો હવે શું થશે

15 Feb, 2018

 ટીવીની સૌથી ફેવરિટ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એક નવો મોડ આવ્યો છે. આ સીરિયલમાં છેલ્લા કેટલાક સમયથી પિંકુના પેરેન્ટ્સનો એપિસોડ ચાલી રહ્યો છે જો કે હજુ સુધી તેના અસલી પેરેન્ટ્સને બતાવવામાં આવ્યા નથી. પિંકુના ઘરે ગોકુલધામવાસી આવે છે અને તેને ગિફ્ટ આપે છે. ગિફ્ટ આપ્યા પછી ગોકુલધામવાસી સોસાયટીમા પરત ફરે છે. તમામ લોકોના ગયા પછી પિંકુ ઘેવર અને કમલા સાથે વાત કરે છે અને જૂઠનો પર્દાફાશ થાય છે. પિંકુની આ વાત ચંપક ચાચા સાંભળી જાય છે અને ગુસ્સે થઇ જાય છે.
 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપ્પૂ સેના પિંકુના રૂમને જોઇ ઘણી ખુશ થાય છે પંરતુ પિંકુ પરેશાનજોવા મળે છે.ગોકુલધામ વાસી પિંકુના ઘરે આવે છે અને પિંકુ અને તેના પેરેન્ટ્સને ગિફ્ટ આપે છે. તમામ એક સાથે ડાન્સ પણ કરે છે. જો કે તેને ડર છે કે ક્યાક તેના જૂઠનો પર્દાફાશ ન થઇ જાય.તમામ લોકો પોતાના ઘરે જવાની તૈયારી કરે છે, ત્યારે જેઠાલાલ જુએ છે કે બાપુજી નથી આવ્યા. 
તમામ લોકોના ગયા પછી પિંકુ ઘેવર અને કમલા સાથે વાત કરે છે અને કહે છે કે સારૂ થયુ તેમનું જૂઠ કોઇની સામે ન આવ્યું પરંતુ પિંકુને આ વાતની ખબર નથી કે તેની વાત ચંપક ચાચાએ સાંભળી લીધી છે. પિંકુનો ખુલાસો સાંભળી ચંપક ચાચાના હોશ ઉડી જાય છે. બાપુજી ગુસ્સે થાય છે અને જેઠાલાલ સહિત અન્ય લોકોને પરત પિંકુના ઘરે બોલાવી લે છે.
આ ઘટના પછી પિંકુ  કેનેડા જવા માટે એરપોર્ટ પહોચે છે. આ વાતની જાણ થતા જ ઘેવર અને કમલા ગોકુલધામ પહોચે છે અને આ વાતની બધાને જાણ કરે છે. ગોકુલધામવાસી જલ્દી સોઢીની ગાડીમાં બેસીને એરપોર્ટ જવા રવાના થાય છે. આ ગાડી બાપુજી ચલાવે છે.