પિમ્પલ્સ ઘટાડવા હોય તો આટલી વસ્તુઓ ખાવાનું ટાળો

22 Jun, 2018

 દર વખતે જ્યારે કોઈ ખાસ ઈવેન્ટમાં જવાનું હોય ત્યારે જ ચહેરા પર પિમ્પલ્સ થાય છે. ત્યારે કેટલો ગુસ્સો આવે છે, જ્યારે ડાઘા વિનાની સ્કીનને ખરાબ કરતાં પિમ્પલ્સ નીકળી આવે છે અને તમે કંઈ પણ નથી કરી શકતાં. જો કે એ વાત તો સ્વીકારવી જ રહી કે પિમ્પ્લ્સ અચાનક જ નથી થતાં. વધારે પડતો સ્ટ્રેસ, ખાવા-પીવામાં થતી ભૂલો વગેરે જેવા કારણોને લીધે થાય છે. તો ટેન્શન ફ્રી રહો અને ખાવા-પીવામાંથી આ વસ્તુઓને કાઢી નાંખો પછી જુઓ કમાલ.

 
બની શકે છે કે તમારી ફેવરિટ કોફી થોડીવાર માટે તમને ઉર્જા આપીને ખુશ કરી દે, પરંતુ કોફી તમારી ત્વચાને ખુશ નથી કરી શકતી. વધારે પડતી કોફી પીવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન સક્રિય થાય છે. જે સ્ટ્રેસ હોર્મોન છે, આના કારણે પિમ્પલ્સ વધે છે.
 
બધાનું ફેવરિટ સ્નેક ફ્રેંચ ફ્રાઈઝ બ્રેકઆઉટ્સ અને પિમ્પલ્સનું કારણ છે. ફ્રેંચ ફ્રાઈઝમાં રહેલું તેલ અને સ્ટાર્ચ ત્વચા માટે હાનિકારક સાબિત થાય છે. જેથી શક્ય હોય તેટલી ઓછી ફ્રેંટ ફ્રાઈઝ ખાવી જોઈએ.
 
ડીપ ફ્રાઈડ ખોરાકમાં મોટા પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. જેના કારણે ત્વચાની કોશિકાઓને નુકસાન થાય છે. માટે જ ઓઈલી ફૂડથી દૂર રહેવું જોઈએ.
 
બધાં જ ડેરી પ્રોડક્ટ્સ સ્કીન માટે સારા હોય તે જરૂરી નથી. દરેક પ્રકારના ચીઝમાં પ્રોજેસ્ટેરૉન હોય છે, જે સીબમ અને ફેટ બનાવતા ગ્લેંડ્સને પ્રોત્સાહિત કરે છે. ફેટનું વધારે પ્રમાણ ત્વચાને ચિકણી બનાવે છે. જેના કારણે પિમ્પલ્સ થવાની સમસ્યા વધી જાય છે.
 
મિઠાઈ ખાવાથી વજન તો વધે જ છે સાથે જ કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ થાય છે. સાથે તમારી સ્કીન પણ બદસૂરત થાય છે. કુકીઝ, કેક, સોડા અને કેન્ડીઝ તમારી મનપસંદ હશે જ પરંતુ આ બધી વસ્તુઓ સ્કીન માટે હાનિકારક છે. જેમને પહેલાંથી જ ખીલ થતાં હોય તેમણે આ વસ્તુઓ ખાવાનું સંપૂર્ણ રીતે છોડી દેવું જોઈએ.
 
જામફળનું નામ વાંચીને આશ્ચર્ય જરૂર થયું હશે પરંતુ આ સુપરફૂડ કબજિયાતને આમંત્રણ આપે છે. જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ ખરાબ પેટ ખરાબ સ્કીનનું કારણ બને છે. કબજિયાતના કારણે સ્કીનમાંથી ટોક્સિન્સ નથી નીકળી શકતા અને ટોક્સિન્સ ભેગા મળીને પિમ્પલ્સ બનાવે છે.