તમારા ચહેરાની કાળાશ, ડાઘ, ખીલ દૂર કરવા કરો આ પ્રયોગ

23 Jun, 2018

 તડકામાં ચહેરાની હાલત ખરાબ થઈ જાય છે. ગમે તેટલું સ્કીનને ઢાંકો પણ ધૂળ-પ્રદૂષણ અને સૂર્યના UV કિરણોથી ચહેરો ખરાબ થાય જ છે.

 
બેકિંગ સોડા આપણા ઘરમાં અગત્યનું સ્થાન ધરાવે છે. ઘરની સાફ સફાઈમાં તો ઉપયોગી છે જ સાથે ચહેરા પરથી પિમ્પલ્સ, બ્લેકહેડ્સ અને ખોવાયેલી રંગત પાછી લાવવામાં પણ અસરકારક છે. સાથે ચહેરાને નરમ પણ બનાવે છે. અહીં બતાવેલા પેક યૂઝ કરી જુઓ એવો નિખાર આવશે કે પાર્લર જવાની જરૂર નહીં પડે. બેકિંગ સોડાથી સ્કીનને કોઈ નુકસાન પણ નથી થતું.
 
1 ટી સ્પૂન બેકિંગ સોડા, 2 ટીસ્પૂન ગુલાબજળ ને એક વાટકીમાં બંને વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. થોડી મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. આ પ્રયોગથી ચહેરા પરની ડેડ સ્કીન દૂર થશે અને ચહેરો એકદમ સાફ થઈ જશે.
 
2 ટીસ્પૂન સંતરાનો તાજો રસ, 1 ટીસ્પૂન બેકિંગ સોડા ને એક વાટકીમાં બેકિંગ સોડાની સાથે સંતરાનો રસ ઉમેરીને પેસ્ટ બનાવી લો. પછી ચહેરાને ધોઈને લૂછ્યા બાદ આ પેસ્ટ લગાવો. આ પેસ્ટને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરા પર પાણી લગાવીને ચહેરો ભીનો કરી લો. હવે ચહેરા પર ધીમે-ધીમે મસાજ કરો અને પછી પાણીથી ધોઈ લો.
 
1 ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન પાણી ને મિક્સ કરીને પેક બનાવી લો. પછી ચહેરો ધોઈને આ પેસ્ટને લગાવો. આ પેસ્ટને હળવા હાથે નાક પર ઘસો. આવું ચહેરાની દરેક બાજુએ કરો જ્યાં જ્યાં પિમ્પલ્સ, બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ હોય. પછી ચહેરા પર 2-3 મિનિટ સુધી રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો. એકવાર ચહેરો ધોયા પછી ફરીવાર ઠંડા પાણીથી ધોઈ લો.