શા માટે આજની પેઢીનો સેક્સ પ્રત્યેનો ક્રેઝ ઓછો થતો જાય છે, ચોંકાવનારો સર્વે

21 Jun, 2018

 સામાન્ય રીતે સેક્સ શબ્દ સામે આવતાં જ લોકોની ઉત્સુકતા વધી જાય છે. ભારતીય સમાજમાં હજુ પણ ક્યાંક સેક્સ પ્રત્યે છોછ રાખવામાં આવે છે પરંતુ પશ્ચિમી દેશોમાં આ વિષય પ્રત્યે સૂગ નથી. જોકે, હવે એક આશ્ચર્યજનક રિસર્ચ સામે આવ્યું છે. આ રિસર્ચમાં એવું જણાવાયું છે કે યંગ જનરેશનને સેક્સમાંથી રસ ઓછો થતો જઈ રહ્યો છે. આ રિસર્ચમાં એવું પણ કહેવાયું છે કે યંગ જનરેશનને સેક્સ માટે વધુ રાહ જોવી પડે છે.

 
એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર યંગ જનરેશન એવા વાતાવરણમાં ઉછરી રહી છે. જેમાં તેમને એક્સપોઝર થવાનો વધુ ચાન્સ મળે છે. તેઓ સોશિયલ મીડિયા, પોર્ન વીડિયો, મૂવિઝ વગેરેમાંથી જ માહિતી મળી જાય છે. આ ઉપરાંત તેમાં બતાવવામાં આવતાં મેલ મોડેલ્સના સિક્સ પેક તેમજ સ્ટેમિના અને ફીમેલ મોડેલ્સના આકર્ષક ફીગરને કારણે પણ મનમાં લઘુતાગ્રંથી અનુભવવા લાગે છે. આ બાબતે તેઓ સરખામણી કરવા લાગે છે જેના કારણે તેઓ અપસેટ થાય છે. આ પણ એક કારણ છે જેથી તેમની સેક્સ પ્રત્યે રુચિ ઘટતી જાય છે.
 
અભ્યાસના પરિણામમાં યંગ જનરેશનને સેક્સમાંથી રસ ઓછાં થવા પાછળ અનેક કારણો જવાબદાર જોવા મળ્યાં હતાં. જેમાં ‘ફિયર ઓફ ઈન્ટીમસી’ અને ‘સોશિયલ મીડિયાનું પ્રેશર’ જેવા કારણોનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પ્રેશરમાં ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમોનો સમાવેશ થાય છે.