શરમમાં ના રહેશો, શિશ્નોત્થાનની તકલીફ થઈ શકે છે દૂર...

22 Jun, 2018

શારીરિક સંબંધોમાં કેટલીક તકલીફ એટલી મોટી બની જાય છે કે વાત સંબંધો તૂટવા સુધી પહોંચી જાય છે, પણ આ અંગેના સમાધાન વિશે વાત કરતા લોકો અચકાય છે. આ બાબત ભારતમાં ખાસ જોવા મળે છે. અહીં શારીરિક તકલીફને દૂર કરવાની વાત આવે તો ભલભલાના પરસેવા છૂટી જાય છે અને પોતાની તકલીફને પોતાની અંદર દબાવી દેવામાં આવે છે. આવી જ એક સમસ્યા છે શિશ્નોત્થાનની જેમાં પણ મોટાભાગના પુરુષો બોલાવાનું ટાળે છે, એટલું જ નહીં પોતાની તકલીફ સામાન્ય વ્યક્તિ નહીં પણ ડૉક્ટરને પણ કહેવા માટે તૈયાર નથી થતા. 

 
શિશ્નોત્થાનને ઈરેક્ટલ ડિફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પુરુષ જનનેંદ્રિયના ઉત્થાન કે ઉત્થાન પછી તેની સ્થિતિ જળવાઈ રહેવામાં સમસ્યા આવે છે અને તેની અસર સેક્સ લાઈફ પર પડે છે. 
 
સૌથી પહેલા સ્પેશિયાલિસ્ટ દ્વારા શિશ્નોત્થાનની તકલીફનું કારણ જાણવામાં આવે છે, આ તકલીફ કેટલાક સમયથી છે અને કેટલી મોટી છે તે જાણવા માટે દર્દીની સેક્સ્યુઅલ, મેડિકલ અને સાઈકોલોજિકલ હિસ્ટ્રી ચકાસવામાં આવે છે. જે બાદ જેનીટોરિનરી (જનનેંદ્રિય અને યુરિનરી ઓર્ગન સંબંધિત), વાસ્ક્યુલર અને ન્યુરોલોજિક સિસ્ટમની મદદથી ફિઝિકલ તપાસ શરુ કરીને સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં આવે છે. આ તકલીફ હ્રદય રોગ, ડાયબિટિસ, પેનિસની તકલીફ, માનસિક તાણ, બે પાર્ટનર વચ્ચેની લાગણી વગેરેને ઓળખીને પણ નિદાનનો માર્ગ પસંદ કરવામાં આવે છે.