પાવાગઢના ડુંગર વચ્ચે છે ખૂણીયા મહાદેવનો અદભૂત ધોધ, લોકો જાય છે ન્હાવા

19 Jul, 2018

મેઇન રોડથી જંગલમાં ત્રણ કિલોમીટર ચાલીને ખૂણાયા મહાદેવ ધોધ સુધી પહોંચી શકાય છે. ધોધમાં ન્હાવા જવું ખતરાથી ખાલી નથી. જંગલમાં જંગલી જાનવરો સહિત પાણીના ધોધ સાથે કેટલીક વખત મોટો પથ્થરો પડે છે.

તંત્ર દ્વારા જંગલ સહિત ધોધ વિસ્તારમાં પ્રવેશબંધી કરી સૂચન કરતા બોર્ડ લગાવ્યા હોવા છતાં હાલ સહેલાણીઓ જીવના જોખમે ધોધમાં ન્હાવા જવાનું જોખમ ખેડી રહ્યા છે.

 
ત્રણ દિવસ પૂર્વે પણ વડોદરાના ત્રણ મિત્રો ખૂણીયા મહાદેવના ધોધમાં ન્હાવા ગયા હતાં. જ્યાં એક યુવાનનો પગ લપસતા નીચે પટકાતા ગંભીર ઇજાઓ પોહચી હતી.