કઈ રીતે બનાવશો ઘરે પનીર રોલ જોઈ લ્યો રેસીપી

18 Aug, 2018

સામગ્રીઃ
લોટ માટેઃ
3/4 કપ + 1/4 કપ ઘઉંનો લોટ
2 ટી.સ્પૂન તેલ
દૂધ 
મીઠું સ્વાદ પ્રમાણે
પનીર રોલ માટેઃ
1 કપ છીણેલું પનીર
2 ટે.સ્પૂન સમારેલી કોથમીર
1 સમારેલો કાંદો
1 સમારેલું લીલું મરચું
1/2 ટી.સ્પૂનઆદુ-લસણની પેસ્ટ
1/2 ટી.સ્પૂન જીરું
1/4 ટી.સ્પૂન ગરમ મસાલો
1/2 ટી.સ્પૂન લાલ મરચું પાવડર
1 ટી.સ્પૂન ધાણા જીરું પાવડર
2 ટી.સ્પૂન ટામેટા કેચઅપ
મીઠું- સ્વાદ પ્રમાણે
1 ટી.સ્પૂન તેલ
2 ચીઝની ક્યુબ
1 કપ કોબીજ અથવા લેટસના પાંદડા

બનાવવાની રીતઃ
લોટ બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું  અને તેલ નાખીને દૂધની મદદથી નરમ લોટ બાંધી લો. તેને 10-15 મિનિટ સુધી સાઈડ પર મૂક્યા બાદ તેના લુઆ કરી રોટલી વણી તેને તવા પર બંને બાજુએથી સરખી શેકીને ઢાકીને મૂકી દો. હવે પનીરના મસાલો બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી જીરુ નાખો. જીરું તતડી જાય પછી તેમાં કાંદો નાખી સાંતળો. પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી 2 સેકન્ડ સુધી હલાવો. પછી તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, કેચઅપ,કોથમીર અને લીલું મરચું નાખી સરખી રીતે મિક્સ કરી લો. ગેસ બંધ કરી દીધા પછી છીણેલું પનીર નાખી મિક્સ કરી લો. હવે મિશ્રણને સરખા ભાગમાં વહેંચી લો. તૈયાર કરેલી રોટલીને ફરથી તવા પર મૂકો. હવે રોટલી પર લીલી ચટણી લગાવો. તેવી ઉપર વચ્ચે પનીરનું મિશ્રણ મૂકી તેની ઉપર ચીઝ અને લેટસ અથવા કોબીજની છીણ નોખો. હવે રોટલીનો રલ બનાવી કેચઅપ અને ચટણી સાથે સર્વ કરો.