કેવી રીતે બનાવશો ઘરે ટેસ્ટી પનીર ચીઝ પીઝા જોઈલ્યો રેસીપી

27 Jun, 2018

પનીર ચીઝ પીઝા બનાવવા માટેની સામગ્રી :
પીઝા – ૪
પનીર – ૧ કપ
છીણેલી ચીઝ – ૨ કપ
શિમલા મરચું – ૧ ચમચી
લાલ શિમલા મરચું – ૧/૨ ચમચી
સ્વીટ કોર્ન – ૧/૨ કપ
તાજી ક્રિમ – ૧ કપ
બટર – ૨ ચમચી
ટોમેટો કેચપ – ૪ ચમચી
પીઝા સોસ – ૨ ચમચી
લીલા મરચા – ૨
ઓરેગાનો – ૨ ચમચી
મીઠું સ્વાદ અનુસાર

 

પનીર ચીઝ પીઝા બનાવવા માટેની રીત :

સૌથી પહેલા ઓવનને ૨૫૦ ડિગ્રી પર ૫ મિનિટ માટે હીટ કરો. ત્યાં સુધી ચાર પીઝા પર ૧ ચમચી ટોમેટો કેચપ અને ૧/૨ ચમચી પીઝા સોસ લાગવો. ત્યારબાદ છીણેલુ ચીઝ, ક્રિમ અને બટરને ચાર અલગ-અલગ ભાગોમાં વહેચી દરેક પીઝા ફેલાવી લો. હવે બારીક સમારેલ લીલા મરચાને શાક સાથે ફેલાવી લો. ત્યારબાદ ઉપરથી પનીરના ટુકડા મૂકો. ત્યારબાદ ઓરેગાનો અને મીઠું નાખો. હવે એક-એક કરી તૈયાર પીઝા ઓવનમાં રાખી ૪-૫ મિનિટ સુધી રાંધો. જ્યારે ચીઝ પીગળી જાય ત્યારે ઓવન બંધ કરી દો.આ પ્રકારે બધા પીઝા તૈયાર કરી લો. તૈયાર છે પનીર પીઝા.