રઈસમાં શાહરુખની હિરોઇન બનશે પાકિસ્તાની ટીવી-સ્ટાર માહિરા ખાન

17 Dec, 2014

પાકિસ્તાનમાં જબરદસ્ત પૉપ્યુલર થયેલી ટીવી-સિરિયલ ‘હમસફર’ની લીડ સ્ટાર માહિરા ખાનને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીની ફિલ્મમાં શાહરુખ ખાનની સામે લીડ ઍક્ટ્રેસ તરીકે કાસ્ટ કરવામાં આવી છે. રિતેશ સિધવાણીએ આ ન્યુઝ માઇક્રોબ્લૉગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વીટ કર્યા હતા અને લખ્યું હતું કે ફિલ્મ ‘રઈસ’માં માહિરા ખાન લીડ રોલ કરશે.

આ અગાઉ એવું કહેવાતું હતું કે સોનમ કપૂરને કિંગ ખાનની વાઇફનો આ રોલ ઑફર કરવામાં આવ્યો છે, પણ હવે માહિરાનું નામ ઑફિશ્યલી ફાઇનલ થઈ ગયું છે.

ફરહાન અખ્તરની ‘રઈસ’નું ડિરેક્શન રાહુલ ધોળકિયા કરશે. ફિલ્મ ગુજરાતના બૂટલેગર અને કુખ્યાત ડૉન લતીફ પર આધારિત છે.