૭ મહિલાઓની સાથે રહયો છે ઇમરાનનો સંબંધ, ૧ પ્રધાનમંત્રી તો ૧ બોલીવુડ અભિનેત્રી પણ લીસ્ટમાં સામેલ

28 Jul, 2018

 પાકિસ્તાનમાં હાલમાં જ થયેલી ચૂંટણીમાં ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાનને જીત મળી છે, પાર્ટીના ઇમરાન ખાન હવે પૂર્ણ બહુમતની સાથે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનવા જઇ રહયા છે. ઇમરાન ખાન પોતાની ક્રિકેટ અને રાજનીતિ જિંદગી સિવાય પોતાના કૈસાનોવા જિંદગી માટે પણ ચર્ચામાં હતા. અત્યાર સુધી તે ૮ મહિલાઓની સાથે સંબંધમાં રહી ચુકયો છે. જેમાં ત્રણની સાથે તેને લગ્ન પણ કર્યા. તો ચાલો તમારી જણાવીએ ઇમરાન ખાનની ત્રણ પત્ની અને ૪ અફેર્સ વિશે.

૧. જેમિના ગોલ્ડસ્મિથ
 
 

જેમિના ઇમરાન ખાનની પહેલી પત્ની છે. વર્ષ ૧૯૯૫માં બંનેએ લગ્ન કર્યા હતા. જેમિના એક પત્રકાર, ટીવી, ફિલ્મ, નિર્માતા છે. ઇમરાન ખાનના લગ્ન કરવા માટે જેમિનાએ ઇસ્લામ ધર્મ કબુલ કર્યો હતો. પાકિસ્તાનમાં આ લગ્નનને કારણે ઘણો હંગામો થયો હતો. બંનેને બે દીકરા પણ થયા. પરંતુ વર્ષ ૨૦૦૪માં બંનેનો તલાક થઇ ગયો. બંનેના લગ્ન લગભગ ૯ વર્ષ સુધી ચાલ્યા.

ર. રહમ ખાન

 

 

રહમ ખાન ઇમરાન ખાનની બીજી પત્ની છે. રહમ પણ એક પત્રકાર અને ફિલ્મ નિર્માતા છે. જો કે રહમ પહેલા પરિણીત હતી. રહમને માત્ર ૧૯ વર્ષની ઉંમરે પોતાના પિતરાઇ ભાઇની સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને ૩ બાળકો હતો. ઇમરાન ખાનની સાથે તેના બીજા લગ્ન હતા. ૨૦૧૫માં જાન્યુઆરીમાં ઇમરાન ખાને પોતાના અને રહમની લગ્નનું એલાન કર્યું. જો કે આ લગ્ન વધુ દિવસો ટકયા ન હતા. ૩૦ ઓકટોબર ૨૦૧૫માં બંનેનો તલકાક થઇ ગયો. બંનેના લગ્ન માત્ર ૧૦ મહિના ચાલ્યા.

૩. બુશરા મેનકા

ઇમરાન ખાનની ત્રીજી પત્નીનું નામ બુશરા મેનકા છે. બુશરા એક ધાર્મિક ગુરૂ છે. તે ઇમરાન ખાનની પણ ગુરુ હતી. બંનેએ ૨૦૧૮ ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા. બુશરાના આ બીજા લગ્ન હતા. પહેલા લગ્નથી બુશરાના ત્રણ બાળકો છે. જો કે આ લગ્ન પણ ખત્મ થવાના આરે છે.

૪. ઇમા સરગેંટ

લોકપ્રિય પેંટિંગ્સ અને ડિઝાઇન બનાવાવાળી ઇમાની સાથે ઇમરાન ખાનનો સંબંધ રહી ચુકયો છે. બંને લગભગ ૪ વર્ષ સુધી એકબીજાની સાથે સંબંધમાં હતા.

પ. સીતા વ્હાઇટ

ઇમરાન ખાનનું અફેર સીતા વ્હાઇટની સાથે પણ હતું. આ સંબંધ વધારે દિવસો ચાલ્યો ન હતો અને ખત્મ થઇ ગયો હતો. જો કે આ સંબંધમાં વિવાદ પણ રહયો. સીતા વ્હાઇટે એક બાળકીને જન્મ આપ્યો. જેને ઇમરાન ખાને પોતાની દીકરી માનવાનો ઇન્કાર કરી દીધો. જો કે પછી તપાસ બહાર આવ્યું કે તે ઇમરાન ખાનની જ દીકરી છે.

૬. જીન્નત અમાન

બોલીવુડની સૌથી બોલ્ડ અને બ્યુટીફુલ અભિનેત્રી જીન્નત અમાનની સાથે પણ ઇમરાન ખાનનું અફેર રહી ચુકયુ છે. ઇમરાન ક્રિકેટ ટુર પર હિન્દુસ્તાન આવ્યો હતો ત્યારે બંનેની મુલાકાત થઇ હતી.

૭. આયશા ગુલાલાઇ

પાકિસ્તાની અસેમ્બલીની પહેલી મહિલા અને પાર્લિયામેન્ટની સૌથી ઓછી ઉંમરની મેમ્બર આયશા ગુલલાઇએ ઇમરાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે તે તેને મેસેજ મોકલ્યા કરતો હતો. આયશા પહેલા ઇમરાન ખાનની પાર્ટીમાં જ હતી. પછી તેમણે પોતાની પાર્ટી બનાવી લીધી હતી.

૮. બેનજીર ભુટ્ટો

પાકિસ્તાનની પહેલી મહિલા પ્રધાનમંત્રી બેનજીર અને ઇમરાનના પ્રેમ સંબંધોને લઇને કયારેક આખા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો. દરેક અખબાર અને ચેનલ પર તેના પ્રેમના ચર્ચા હતા.