ઓરલ સેક્સ શું છે ? શું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ?

25 Jun, 2018

 ઓરલ સેક્સ દ્વારા જ્યાં બે વ્યક્તિ એકબીજા સાથે ભાવનાત્મક રૂપે જોડાઇ જાય છે અને માનસિક તણાવથી દૂર થાય છે, ત્યાં જ બીજી તરફ આના જોખમો પણ ઓછા નથી. પુરુષો અને મહિલાઓ બંને માટે મૌખિક સેક્સ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. ઘણાં લોકો જાતીય વિવિધતાના કારણે મૌખિક સેક્સ કરે છે પણ થોડા સમયની મસ્તીને કારણે તેઓ ઘાતક બીમારીઓનો શિકાર બની શકે છે. 

 
જોખમો - 
 
- એક મહિલા જેની યોનિમાં યીસ્ટ ઇન્ફેક્શન હોય તેની સાથે મૌખિક સંભોગ કરવાથી પુરુષોને પણ યીસ્ટ ઇન્ફેક્શન થઇ શકે છે.
 
- જોકે ઓરલ સેક્સથી કોઇ ભયંકર બીમારી નથી થતી પણ ઓરલ સેક્સ દરમિયાન સાવધાનીઓ અને સાફ-સફાઈ રાખવામાં ન આવે તો સમસ્યાઓ સર્જાઇ શકે છે.
 
- એક સંશોધન અનુસાર મોઢા અને ગળાના કેન્સરનું એક મોટું કારણ ઓરલ સેક્સ છે. ઓરલ સેક્સના કારણે પેપીલોમા નામના કેન્સરના વાયરસ મોઢા અને ગળાનું કેન્સર ફેલાવે છે. જો મોઢા અને ગળાના કેન્સરથી યુવાઓને બચાવવા હોય તો તેમણે એચપીવી ઇન્ફેક્શન રોકવા માટેની રસી લઇ લેવી જોઇએ. ઓરલ કેન્સર ઓરલ સેક્સના કારણે ફેલાઇ શકે છે. 
 
- ટોન્સિલ અને જીભના નીચેના હિસ્સામાં કેન્સરનું કારણ એચપીવી ઇન્ફેક્શનને માનવામાં આવે છે. ઓરલ સેક્સથી એચપીવીનું ઇન્ફેક્શન થાય છે. આ સ્થિતિમાં ઓરલ સેક્સને જ ટોન્સિલ કેન્સરનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.
 
- ઓરલ સેક્સમાં સેક્સ પાર્ટનરોની સંખ્યા વધવાથી પણ ઓરલ કેન્સર થવાની સંભાવના વધી જાય છે.
 
- જો પુરુષ અને મહિલા બંનેમાંથી કોઇને કોઈ ચેપી બીમારી છે તો તે પણ બીજા પાર્ટનરને ફેલાવાની સંભાવના વધી જાય છે.
 
- જો મહિલાનો માસિક ધર્મ ચાલુ છે અને આવામાં ઓરલ સેક્સ કરવામાં આવે તો ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.
 
- જો બંને પાર્ટનરમાંથી કોઇપણ એક યોનિમાર્ગમાંથી નીકળતા સફેદ પદાર્થને મોઢામાં લે છે તો પણ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.
 
ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ઓરલ સેક્સથી જોખમ એ જ સમયે થાય છે જ્યારે જોશમાં આવીને હોશ ગુમાવી દેવામાં આવે. જાતીય વિવિધતાઓના પગલે મૌખિક સેક્સને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવાની દરેક સંભવ કોશિશ કરવી જોઇએ. ત્યારે જ મહિલા અને પુરુષ ભાવનાત્મક અને માનસિક રૂપે સંપૂર્ણપણે જોડાઇ શકશે