કારમાં મુસાફરી કરતી વખતે જો તમને ઉલ્ટી થતી હોઈ તો આ રહ્યા સરળ ઉપાય

07 Jul, 2018

મોશન સિકનેસ કોઈ બીમારી નથી પરંતુ શરીરના સંતુલન સાથે જોડાયેલી સમસ્યા છે. આ એ સ્થિતિ છે જ્યારે આપણા મગરની અંદર કાન, આંખ અને ત્વચાના અલગ અલગ સિગ્નલ મળે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મુશ્કેલી આવે છે, જેના કારણે ચક્કર અને ઉબકા આવે છે. એટલે કે મોશન સિકનેસ હાવી થઈ જાય છે. મોટાભાગે, કારમાં ટ્રાવેલિંગ સમયે આ મુશ્કેલી ઘણા લોકોને થાય છે.


કોઈ જગ્યાએ મુસાફરી કરતા પહેલા એક કપ આદુની ચા પીવાથી મોશન સિકનેસને કારણે આવતી ઉલ્ટી નહીં થાય. ઉબકા આવે તો પણ એક કપ આદુવાળી ચા પીવાથી આરામ મળે છે.

સફરજનનો સરકો (એપલ વિનેગર) શરીર પર એક ક્ષારીય અને પીએચ સંતુલન પર પ્રભાવ નાંખે છે. મોશન સિકનેશ થવાથી એક કપ ગરમ પાણીમાં એક ચમચી સફરજનો સરકો અને એક ચમચી મધ ભેળવીને પિવાથી મોશન સિકનેસ ઠીક થઈ જશે.

તાજા લીંબુ કે લીંબુના રસમાં સાઈટ્રિક એસિડ હોય છે, જે મુસાફરી દરમિયાન થતી ઉલ્ટી, મોશન સિકનેસ અને પેટની સમસ્યાને ઠીક કરી શકે છે. આ રીતે ટ્રાવેલિંગ દરમિયાન લીંબુ સાથે રાખવું.

ખારા બિસ્કિટ સરળતાથી પચી શકે તેવો નાસ્તો ગણવામાં આવે છે. નમકીન અને સુગંધિત હોય છે પરંતુ ગળ્યાં હોતા નથી. આ ખારા બિસ્કિટ વધારાના એસિડને શોશી લે છે અને મોશન સિકનેસ ઠીક કરે છે.