શું છે આ સુગર બેબી, ભારત માં વધી રહ્યો છે એનો ક્રેઝ.

04 Jun, 2018

 અમીરોની આ નવી ગેમમાં હવે ડેટિંગનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે. આ ગેમમાં ભારતના મોટા શહેરોની યુવતીઓની પણ એન્ટ્રી થઇ છે. રીપોર્ટસને માનીએ તો ધનિકોની આ ગેમમાં રોજ 20થી 25 વર્ષની છોકરીઓની સંખ્યા વધી રહી છે. તેની બદલીમાં તેમને માત્ર આર્થિક મદદ જ નથી મળતી પરંતુ તેઓ પોતાના શોખ પણ પૂરા કરી રહી છે અને ગ્લેમરસ લાઇફ જીવી રહી છે. કેટલીકને તો તેમની કેરીયરમાં પણ તેનો લાભ મળી રહ્યો છે. બસ તે માટે તેમણે અમીરો કે અમીર પ્રોફેશનલ સાથે એક ખાસ રીલેશનશીપ રાખવાની હોય છે, જેને શુગર રીલેશનશીપના નામથી ઓળખવામાં આવે છે. આ ટ્રેન્ડ અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં વધુ પ્રચલિત છે. ત્યાં આવી બોલ્ડનેસ સામાન્ય છે.

વાસ્તવમાં શુગર રીલેશનશીપ એવું રીલેશન છે કે તેમાં કોઇક યુવતી કે છોકરી મોટી ઉંમરના ધનિક કે બિઝનેસમેન સાથે જોડાય છે. તે તેમની સાથે બિઝનેસ ટૂરથી લઇને હોલિડે ટૂરમાં સાથે રહે છે. બંને વચ્ચે કેટલીક શરતો સાથે એક ઇન્ટીમસી પણ રહેતી હોય છે. તેની બદલીમાં ધનિક પુરુષ તરફથી શુગર બેબીઝને મોટી રકમ અપાય છે. તેના બધા ખર્ચાનું પણ ધ્યાન રખાય છે.
શુગર રીલેશનશીપનો ટ્રેન્ડ મોટા ભાગે ભારતીયો માટે અજાણ્યો છે. બેંગ્લુરુ જેવા મેટ્રો શહેરમાં તે વધી રહ્યો છે. આ અંગે ભારતમાં આવેલી એક વિદેશી મહિલા એન્જેલા કારસોને પોતાના બ્લોગમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. તેના જણાવ્યા અનુસાર, શુગર બેબીઝ અને શુગર ડેડીનો ટ્રેન્ડ હવે ભારતમાં પણ આવી ચૂક્યો છે. તેણે પોતે એવી પાર્ટીઓનો ઉલ્લેખ કર્યો છે જ્યાંથી યંગ ગર્લ્સ અને મીડલ એજના ધનિક પુરુષ વચ્ચે આ સંબંધ શરૂ થાય છે. જોકે, તેણે ભારતમાં પણ આવા ટ્રેન્ડને જોઇને ચિંતા વ્યક્ત કરી છે.
ધનિકોની લાઇફનું એક સત્ય શુગર રિલેશનશીપ છે. તેમાં મોટી ઉંમરના પુરુષ ઇન્ટીમસી માટે નાની ઉંમરની છોકરીઓને મોટી રકમ ચુકવે છે. તેને જોકે, પ્રોસ્ટીટ્યુશન નથી ગણવામાં આવતું. ઇન્ટીમસીની એક લિમિટ હોય છે. યુએસ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તો લાખો લોકો આવા રિલેશનશીપમાં છે. તેમાં સામેલ છોકરીને શુગર બેબી અને પુરુષને શુગર ડેડી કહેવાય છે. 
રીલેશનશીપમાં મોટા ભાગે છોકરીઓ 25થી 30 વર્ષની હોય છે. જ્યારે પુરુષોની ઉંમર 45-50 વર્ષ કે તેથી ઉપરની હોય છે. આવી છોકરીઓ અમીર પુરુષો સાથે એક ખાસ ડીલ કરે છે, જેમાં આપસમાં ઇન્ટીમસી રાખવાની બદલીમાં પુરુષ તેને ખાસ્સી મોટી રકમ ચુકવે છે. ખુલ્લા વિચારો ધરાવતી છોકરીઓ આવા રીલેશનને ખરાબ નથી ગણતી. આ રીલેશનશીપ લગ્નમાં પરિણમતી નથી અને છોકરીઓ સ્વતંત્ર હોય છે.