હવે પોર્ન નહીં, આ વેબસાઇટને દિવસ-રાત સર્ચ કરે છે ભારતીયો

20 Mar, 2018

 થોડાક સમય પહેલા રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પોર્ન જોવાના મામલે ભારતીય દુનિયાભરમાં ત્રીજા નંબર પર આવે છે. હવે વધુ એક રીપોર્ટ સામે આવી છે જે અનુસાર એક સરકારી વેબસાઇટને સર્ચ કરવામાં ભારતીયોએ પોર્ન વેબસાઇટ અને કન્ટેન્ટ સર્ચને પાછળ છોડી દીધું છે.

જો તમે અમારી વાત પર વિશ્ર્વાસ ન હોય તો જણાવી દઇએ કે એનાલિટિકસ કંપની અલેકસાએ પોતાના આંકડામાં એ વાત સાબિત કરી છે. અલેકસાની રીપોર્ટ મુજબ, ભારતમાં યુનિક આઇડેટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા(આધારકાર્ડ) વેબસાઇટ પર એડલ્ટ કન્ટેન્ટ દેખાડવાવાળી વેબસાઇટથી વધારે ટ્રાફિક છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોને ઇન્ટરેસ્ટ પોર્ન કન્ટેન્ટ જોઇને અને સર્ચ કરીને વધારે જાણકારી પ્રાપ્ત કરવામાં છે. ભારતમાં યુઆઇડીઇઆઇ વેબસાઇટ પર એડલ્ટ કન્ટેન્ટ આપતી વેબસાઇટ એકસવીડિયો.કોમથી વધારે ટ્રાફિક છે. જણાવી દઇએ કે એકસવીડિયો વેબસાઇટ દુનિયામાં સૌથી વધારે ટ્રાફિક મેળવવાવાળી વેબસાઇટમાં એક છે અને અલેકસાની લીસ્ટમાં તે ૩૮માં નંબર પર છે. ત્યાં યુઆઇડીઆઇ આ લિસ્ટમાં ૧૪માં નંબર પર છે. એટલે લોકો આધારથી જોડાયેલી દરેક જાણકારી લેવી જરૂરી સમજે છે અને આ માટે ગુગલ પર દેશમાં તીસરા નંબર પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલી વેબસાઇટને પણ પાછળ છોડી દીધી છે. આ લિસ્ટમાં ટોપ વેબસાઇટની વાત કરે તો અહીં ગુગલના અલગ અલગ ડોમેનની સાથે છે. ત્યાં ઇન્સ્ટાગ્રામ અહીં ૧૩માં નંબર પર છે.

આ સિવાય પોપ્યુલર સોશ્યલ નેટવર્કીંગ વેબસાઇટ ફેસબુક આ લિસ્ટમાં ચોથા નંબર પર છે, જે ભારતીય વધુ સર્ચ કરે છે.