અક્ષયકુમારની બેબીમાં એક પણ ગીત નહીં

13 Dec, 2014

અક્ષયકુમારની ફિલ્મ ‘બેબી’ મ્યુઝિકલ ફિલ્મ બ્નાવવામાં એક્સપર્ટ એવી ટી સિરીઝે પ્રોડ્યુસ કરી છે. ટી સિરીઝ કોઈ હિસાબે નૉન-મ્યુઝિકલ ફિલ્મ બ્નાવતી નથી, પણ ‘બેબી’માં નીરજ પાંડે અને અક્ષયકુમાર સાથે હોવાથી એણે આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાની તૈયારી દેખાડી. ભૂષણકુમારના મનમાં હતું કે તે કોઈ પણ હિસાબે ફિલ્મમાં ત્રણથી ચાર સૉન્ગ ઍડ કરાવવા માટે અક્ષયકુમારને મનાવી લેશે, પણ ડિરેરર નીરજ પાંડેની જેમ જ અક્ષય પણ ફિલ્મની ãસ્ક્રપ્ટ સાથે બાંધછોડ કરવા માટે સહેજે તૈયાર થયો નહીં અને ફાઇનલી એક બૅકગ્રાઉન્ડ સૉન્ગ સાથે જ આ ફિલ્મ પૂરી કરવામાં આવી. ડિરેરર નીરજ પાંડેએ આ અગાઉ ફિલ્મ ‘અ વેન્સ્ડે’ બ્નાવી હતી જેમાં એક પણ સૉન્ગ નહોતું. અક્ષય સાથેની ‘સ્પેશ્યલ ૨૬’ પણ તેણે જ બ્નાવેલી. નીરજ પાંડેએ કહ્યું હતું કે ફિલ્મની પેસને જોતાં સૉન્ગ એમાં અવરોધ ઊભો કરે એવા ચાન્સિસ હોવાથી અમે એમાં કોઈ સૉન્ગ રાખ્યું નથી કે સૉન્ગ મૂકી શકાય એ માટે લવ-ટ્રૅક પણ ડેવલપ કરવાની ટ્રાય નથી કરી.‘બેબી’ ઍક્શન-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી આતંકવાદ પર આધારિત છે. ફિલ્મમાં અક્ષયકુમારે ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના સિનિયર ઑફિસરનું કૅરૅરર કર્યું છે.‘બેબી’ પછી નીરજ પાંડે હવે સુશાંત સિંહ રાજપૂતને લઈને મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ‘એમ.એસ.ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી’ બ્નાવી રહ્યો છે.