ગોવા જતા દરેક મિત્રો આ આર્ટિકલ ખાસ વાંચી લે, હવે લાગુ પડશે આટલા નિયમો

14 Jul, 2018

 ગોવામાં બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં ડુબી જવાના કિસ્સા વધતા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગોવા સરકારે 24 સ્થળોએ ‘નો સેલ્ફી’ બોર્ડ લગાવ્યા છે. આ 24 સ્થળોએ તમે સેલ્ફી નહીં લઈ શકો.

રાજ્ય સરકાર દ્વારા અપોઈન્ટ કરવામાં આવેલી લાઈફગાર્ડ એજન્સીએ દરેક બીચ પર લાલ કલરના ફ્લેગ લગાવી દીધા છે અને ‘નો સ્વિમ ઝોન’ના બોર્ડ પણ લગાવી દીધા છે, જેથી ડુબવાની ઘટનાઓ રોકી શકાય.

જો તમે ચોમાસામાં ગોવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો પ્લાનિંગ કરીને જજો અને નીચે જણાવેલા સ્થળોએ સેલ્ફી લેવાની ભૂલ ન કરતા. રાજ્ય સરકારની એડવાઈસરી અનુસાર, બાગા રિવર, ડોના પૉલા જેટી, સિંકરીમ કિલ્લો, અંજુના, મોરઝિમ, અશ્વેમ, આરમોબલ સિવાય ઉત્તર ગોવામાં બમબોલિમ અને સીરિદાઓ વચ્ચેના એરિયાને નો સેલ્ફી ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

આ સિવાય દક્ષિણ ગોવામાં અગોંડા, હોલાંત, બઈના, જાપાનીઝ ગાર્ડન, બેતુલ જેવા સ્થળોએ સેલ્ફી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તાજેતરમાં જ એક ઘટના સામે આવી હતી કે ગોવા ફરવા આવેલા 3 મિત્રો સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે એક મોટા મોજામાં એક મિત્ર વહી ગયો હતો.