પ્રિયંકાને આવતા જોઈ રડી પડ્યો નિક, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

06 Dec, 2018

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ક્રિશ્ચિયન ધર્મ પ્રમાણેના લગ્નનો વીડિયો પીપલ મેગેઝીને રીલિઝ કરતાની સાથે જ ઈન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થઈ ગયો. 1 ડિસેમ્બરે થયેલા આ લગ્ન ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યા હતા. વ્હાઈટ કલરના વેડિંગ ગાઉનમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહી હતી. નિકે બ્લેક ટક્સિડો પહેર્યો હતો. આ વીડિયોમાં અમેરિકન સિંગર નિક જોનાસનો એક ઈમોશનલ સીન પણ છે. તમે આ વીડિયો ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે પ્રિયંકા ચોપરા પોતાની મમ્મી મધુ ચોપરા સાથે લગ્ન માટે સ્ટેજ પર આવી રહી હતી ત્યારે નિકની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ઈમોશનલ વીડિયો રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગયો.