નિયા શર્માના આ બોલ્ડ ડ્રેસથી લોકો થયા નારાજ

21 Jun, 2018

 પોતાના બોલ્ડ, બિંદાસ અને બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહેતી એક્ટ્રેસ નિયા શર્મા ફરી એકવખત ચર્ચામાં છવાયેલી છે. આ વખતે તે પોતાના બોલ્ડ આઉટફીટને લઈને ચર્ચામાં છે, જે તેણે મંગળવારે યોજાયેલા ગોલ્ડ એવોર્ડસ દરમિયાન રેડ કાર્પેટ પર પહેર્યો હતો. નિયાએ શાદ આમિરે ડિઝાઈન કરેલી વાઈટ કલરનો બિકીની સ્ટાઈલનો ડ્રેસ પહેર્યો હતો, જે ટ્રાન્સપરન્ટ હતો. નિયાનો આ બોલ્ડ અંદાજ લોકોને પસંદ ન આવ્યો અને ઘણી જ વાંધાજનક કોમેન્ટ કરી. ‘એક હજારો મેં મેરી બહના હૈ’ અને ‘જમાઈ રાજા’ જેવી ટીવી સીરિયલોમાં કામ કરી પોપ્યુલર થયેલી નિયા શર્મા એ સમયે ઘણી લાઈમલાઈટમાં રહી, જ્યારે તેને સૌથી સેક્સી એશિયન મહિલાઓની યાદીમાં ત્રીજું સ્થાન મળ્યું હતું.