આવતા મહિને હૃતિકનાં રીમૅરેજ?

15 Dec, 2014

જોકે આ વાતને ક્યાંયથી તથ્ય મળી નથી રહ્યું, પરંતુ અત્યારે ચાલી રહેલી વાતો મુજબ હૃતિક આવતા મહિને સેકન્ડ મૅરેજ કરશે. હૃતિક કોની સાથે મૅરેજ કરશે એ વિશે ક્યાંય કોઈ કશું કહી નથી રહ્યું, પરંતુ એટલું કહેવાય છે કે તે વ્યક્તિ ગ્લૅમર-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે.હૃતિક રોશન અને સુઝૅનના ડિવૉર્સ હજી હમણાં જ થયા છે. એકટર-ડિરેકટર સંજય ખાનની દીકરી સુઝૅન સાથે હૃતિકે ૨૦૦૦માં મૅરેજ કયાર઼્ હતાં. હૃતિકને આ મૅરેજથી રિધાન અને રેહાન નામનાં બે બાળકો પણ છે.