પિતાની સ્મશાનયાત્રામાં નાચી રહી હતી દીકરીઓ, મામલો જાણીને હેરાન થઇ ગયા લોકો

24 Mar, 2018

 રસ્તા પર ઢોલનગારા બેંડ બાજાનો અવાજ, સંગીતની સાથે નાચતી છોકરીઓ સાથે જ શણગાર કરેલી કાર માનો કોઇની જાન જઇ રહી છે. આ જોઇને લોકોનું વિશાળ ટોળું રસ્તા પર જમા થઇ ગયું. જયારે નજીક આવીને લોકોએ જોયું કે ચાર છોકરીઓના ખંભા પર કોઇની અર્થી જઇ રહી છે તો બધા હેરાન થઇ ગયા.

લોકોએ જાણવા ઇચ્છયુ કે આ અંતિમયાત્રા કોની છે ? યાત્રામાં સામેલ લોકોએ હસતા હસતા કહયું કે આ નોયડાના પ્રખ્યાત ઉદ્યોગપતિ હરીભાઇ લાલવાણીની અંતિમ યાત્રા છે.

તેમની અંતિમ ઇચ્છા હતી કે જયારે તે દુનિયાને અલવિદા કહે તો તેની અંતિમયાત્રા ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે. તેને કોઇ દીકરો ન હતો, આ માટે પત્ની મધુ લાલવાની સહિત ચારે દીકરીઓ અનિતા લાલવાણી, દિપ્તી લાલવાણી, રિતિકા લાલવાણી, યામિની લાલવાણીએ પિતાની અંતિમ ઇચ્છા પુરી કરી રહી છે.

 

 

હરીભાઇની અંતિમ ઉત્સવ યાત્રાને તેના નિવાસ સેકટર-૪૦થી નીકળીને પુરા સેકટરમાં પહેલા કાઢવામાં આવી. ત્યાર પછી સેકટર-૯૪ સ્થિત અંતિમ નિવાસ પર લઇ જવામાં આવી. અહીં પર તેના અંતિમ ઉત્સવમાં સામેલ થવા માટે ઘણું ટોળું જમા હતું.

જણાવીએ દઇએ કે બે અઠવાડિયા પહેલા હરીભાઇ મુંબઇ ગયા હતા. જયાં તબિયત ખરાબ થઇ ગઇ. ઉપચાર પછી તબીયત સારી થઇ ગઇ હતી. ત્યાર પછી અચાનક સવારે તેની તબિતય ખરાબ થવાથી ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જયાં ડોકટરોએ મગજમાં બ્લડ કલોટિંગની વાત કરીને ઓપરેશન કર્યું.

રાતના ૧૨ વાગ્યે દુનિયા છોડી ગયા. હરીભાઇ દીકરાઓ અને દીકરીઓમાં કોઇ અંતર સમજતા ન હા. તેની દીકરીઓ દીકરાની ફરજ અદા કરીને આખા શહેરની સામે એક નવી મિસાલ કાયમ કરી રહી છે. તેમણે દુ:ખને તહેવારમાં બદલાવીને દુનિયાની સામે એક નવો નજારો દેખાડયો છે.