૧ર બાળકોને જન્મ આપવા માંગતી હતી રેખા, એક ભુલને કારણે આજે ૬૩ની ઉંમરમાં પણ સાવ એકલી છે

02 Jun, 2018

 એકટીંગની દુનિયાથી દુર રેખા જલ્દી જ નાના પડદા પર નજર આવવાની છે. રેખાને લઇને સમાચાર આવ્યા છે કે ડાન્સ રિયાલીટી શો દિલ હૈ હિન્દુસ્તાની-રમાં નજર આવશે.

જો કે તે લાંબા સમય ગ્લેમર વર્લ્ડથી દુર છે. વાત જો રેખાના પર્સનલ લાઇફની કરીએ તો વિનોદ મેહરા, મુકેશ અગ્રવાલ, નવીન નિશ્ર્ચિલ, કિરણ કુમાર, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર સહિત ઘણા પુરૂષ તેની લાઇફમાં આવ્યા. જો કે કોઇની સાથે રેખાનો સંબંધ લાંબો ટકયો નહીં. ૬૩ની ઉંમરે તે હવે બિલકુલ એકલી છે. તેના કોઇ બાળકો નથી. પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે રેખાએ એક ઇન્ટરવ્યુમાં કહયું હતું કે, મા બનવા અને ઘણા બધા બાળકોને જન્મ આપવાની ઇચ્છા જણાવી હતી.

રેખાએ ૧૯૮૪માં ફિલ્મફેરના એક ઇન્ટરવ્યુમા્ર આ વાત કહી હતી કે તે ઘણા બધા બાળકો ઇચ્છે છે. પરંતુ તેનું લગ્નજીવન લાંબો સમય ચાલી ન શકવાને કારણે તે શકય ન બન્યુ. ઇન્ટરવ્યુમાં રેખાએ જણાવ્યું હતું કે મારી ફેન્ટીસ છે કે ઘણા બધા બાળકો થાય અને તેની ફેન્ટીસી ત્યાં પુરી નથી થતી. મારી માં પણ એ જ ઇચ્છતી હતી કે ૩૦ની ઉંમર સુધીમાં મારા બાળકો થઇ જાય.

માં સાચું જ કહે છે કેમ મે હું નથી ઇચ્છતી કે બાળકો અને મારી વચ્ચે મોટુ અંતર રહે. રેખો આ ઇન્ટરવ્યુમાં કહયું હતું કે, હું ઘરમાં પ્રાઇવેસી એન્જોય કરું છું પરંતુ ઘરમાં જે ખાલીપણું છે તે મારા બાળકો પુરા કરી દે. જરા વિચારો બાળકો સીડીઓ પર ચડી રહયા છે.

હું એ નથી ઇચ્છતી કે મારા એક કે બે બાળકો હોય મારે ઓછામાં ઓછા ૧૨ બાળકો જોઇએ. મને દુ:ખ છે કે મારા લગ્ન ન થયા અને મારે બાળકો પણ નથી. મારી ઘણી ફ્રેન્ડસ જે મારાથી નાની છે પરંતુ શાદીશુદા છે અને તેના બાળકો પણ છે.