ફૂટપાથ પર હાર્મોનિયમ વગાડનાર આ વ્યક્તિને નેહા કક્કરે આપ્યા 1 લાખ રૂપિયા

18 Aug, 2018

સિંગર અને સંગીતકાર વિશાલ દદલાની અને નેહા કક્કરે પુણેનાં ફૂટપાથ પર છેલ્લા 30 વર્ષથી હાર્મોનિયમ વગાડતા કેશવ લાલને એક લાખ રૂપિયાની મદદ આપી છે. કેશવ લાલને ‘ઇન્ડિયન આઇડલ 10’નાં સેટ પર બોલાવવામાં આવ્યા હતા. તે આ શૉમાં તેમની પત્ની સોની બાઈ સાથે પહોંચ્યા હતા. કેશવ લાલે સંગીત કેરિયર દ્વારા સફળતાનાં શિખર પર પહોંચવાથી લઇને બધુ જ ખોઈ દેવાની વાત કહી હતી.

તેમણે કહ્યું કે દરેક મુશ્કેલીમાં હોવા છતા તેમણે સંગીત પ્રત્યેનાં પોતાના ઝનૂનને નહતું છોડ્યું. તેમણે કહ્યું, “મારા માટે સંગીત જ મહત્વ રાખે છે અને દરેકે પોતાના ઝનૂન પ્રત્યે વફાદાર હોવું જોઇએ.” ઉલ્લેખનીય છે કે કેશવ લાલે દિગ્ગજ ફિલ્મકાર વી શાંતારામ અને સંગીતકાર કલ્યાણજી આનંદજી સાથે પણ કામ કર્યું છે અને તેમની સાથે ‘આવારા હૂં’ ગીત પણ ગાયું છે.

આ કલાકારની કહાનીએ ‘ઇન્ડિયન આઇડલ 10’નાં જજ વિશાલ અને નેહા કક્કરને ઇમોશનલ કરી દીધા હતા. આ બંને જજે કેશવ લાલને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.