આ અભિનેત્રીએ બેબી બંપની શેર કરી તસવીર, 4 મહિના પહેલા જ કર્યા હતા લગ્ન

25 Aug, 2018

બોલીવુડની સ્ટાઇલિશ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ કેટલાક મહિના પહેલા જ પોતાના દોસ્ત અને એક્ટર અંગદ બેદી સાથે સીક્રેટ વેડિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. લગ્ન પછી જ નેહાની પ્રેગ્નેંસીનાં સમાચારો સતત ચર્ચામાં છે. નેહા અને અંગદે હવે ફેન્સ સાથે આ ગૂડ ન્યૂઝ શેર કરી છે. નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પતિ અંગદ સાથે બેબી બંપની ફૉટો પોસ્ટ કરી છે. નેહાએ પોતાના ફૉટો શેર કરતા લખ્યું છે કે, ‘એક નવી શરૂઆત…અમે ત્રણ.’

ગત દિવસોમાં નેહા અને અંગદની માલદીવમાં હૉલીડેની તસવીરો વાયરલ થઈ હતી. નેહાએ 10 મેનાં રોજ દિલ્લીનાં એક ગુરૂદ્વારામાં એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા હતા. બંનેનાં લગ્નમાં ફક્ત ફેમિલી અને નજીકનાં દોસ્ત સામેલ હતા.

 

Here’s to new beginnings ... #3ofUs .... 🤰👼 #satnamwaheguruੴ

A post shared by Neha Dhupia (@nehadhupia) on