વેકેશન એન્જોય કરી રહેલ Mandira Bedi એ શેયર કર્યા હોટ ફોટોઝ

14 Jun, 2018

ટીવી એક્ટ્રેસ Mandira Bedi ઘણીવાર તેની ફિટનેસ અને બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. Mandira Bedi અત્યારે ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહી છે. મંદિરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના વેકેશનના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. એક વિડીયોમાં મંદિરા વર્કઆઉટ કરતા નજર આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ફિટનેસ ફ્રિક એક્ટ્રેસ મંદિરા બેદી ડેનિમ બિકીનામાં ફોટો શેયર કરી ટ્રોલર્સના નિશાના પર રહી હતી. મંદિરા બેદી પર રેસલર આંટીથી લઈને આદમની જેમ દેખાવનારી જેવી આપત્તિજનક કમેન્ટ કરવામાં આવી હતી. પરંતુ હવે મંદિરાએ તેની લેટેસ્ટ તસવીરોથી ટ્રોલર્સની બોલતી બંધ કરી છે.