નાના પાટેકરના કારણે બરબાદ થઇ ગઇ આ એકટ્રેસ, બોલી-શુટીંગ દરમ્યાન એકાંતમાં લઇ ગયા હતા

19 Mar, 2018

 આશિક બન્યા આપને ફિલ્મથી પોપ્યુલર થયેલી તનુશ્રી દત્તા ૩૪ વર્ષની થઇ ગઇ છે. ૧૯ માર્ચ ૧૯૮૪ના જમશેદપુર, ઝારખંડમાં જન્મેલી તનુશ્રી ૨૦૧૦માં છેલ્લીવાર પડદા પર જોવા મળી હતી.

તમે જાણો છો કે બે વર્ષ પહેલા તનુશ્રીએ એકટર નાના પાટેકર પર ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. તે સેટ પર એકાંતમાં દત્તાથી છેડછાડ કરતા હતા. તેણે ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં કરી હતી. કહેવામાં આવે છે કે આ એક ઘટના પછી તેનું કેરિયર બરબાદ થઇ ગયું.

ઘટના ૨૬ માર્ચ ૨૦૦૮ની છે. તનુશ્રીએ ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ માટે એક આઇટમ નંબર શુટ કરવાનું હતું. તેને મુંબઇના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં બોલાવામાં આવી હતી. જો કે તનુશ્રી ફિલ્મનો ભાગ ન બની શકી. તે સમયે તનુએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મના એકટર નાના પાટેકરએ તેણે ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આરોપ એ પણ લગાવ્યો હતો કે તનુએ નાના સાથે ઇન્ટીમેટ સ્ટેપ કરવાની મનાઇ કરી દીધી, જેને કારણે તેને ફિલ્મમાં હાંકી કાઢી નાખવામાં આવી હતી.

તનુનો આરોપ એ પણ છે કે મીડિયાના લોકોએ ક્રુ મેમ્બર્સની સાથે તેની કારમાં તોડફોડ કરી હતી અને તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. તનુએ આ ઘટનાને લઇને એડ ટેલીવીઝન, આર્ટીસ્ટ એસોસીએશનમાં ફરિયાદ કરી હતી અને પ્રોપર્ટી ઓફ રેપુટેશનના ડેમેજ માટે કંપનસેશનની માંગ કરી હતી. આ સમયે સીન્ટાના સદસ્ય રજા મુરાદે તેણે ન્યાયનો ભરોસો પણ આપ્યો હતો.