માત્ર પ૧ રૂપિયામાં હપ્તે ખરીદો બ્રાન્ડેડ કપડા, આ કંપનીએ આપી શાનદાર ઓફર

15 Mar, 2018

 ઓનલાઇન ઇ-કોમર્સ વેબસાઇટ Myntra એ એક શાનદાર ઓફર આપી છે. Myntraની ઓફરમાં ગ્રાહકોને માત્ર ૫૧ રૂપિયાના હપ્તે ભરીને બ્રાન્ડેડ કપડા ખરીદી શકો છો.

એક રીપોર્ટ અનુસાર, ઇએમઆઇ પર કપડા ખરીદવા માટે ગ્રાહકોએ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે. Myntra પહેલા મોંઘા કપડા પર જ ક્રેડીટ કાર્ડ ઉપયોગ કરવાની સુવિધા આપતુ હતું પરંતુ હવે ૧૩૦૦ અથવા પછી તેનાથી ઓછી ખરીદી પર પણ ગ્રાહક ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરી શકશે.

ફિલપકાર્ડની સંલગ્ન કંપની મિંત્રાએ એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, સિટી, ભારતીય સ્ટેટ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચએસબીસી વગેરેની સાથે ભાગીદારી છે.  આ બેંક યુઝર્સથી ૧૩ ટકા અને ૧૫ ટકા સુધી વ્યાજ લઇ રહયા છે. આ સાથે જ ગ્રાહક ૩ થી લઇને ર૪ માસના ઇએમઆઇ કપડા ખરીદી શકશે.