વિરાટે ભવ્ય જીત બાદ અનુષ્કા માટે કહી આ વાત, જે દરેક પત્નીઓ સાંભળવા ઇચ્છે છે

17 Feb, 2018

 છ મેચોની વન ડે સીરિઝનાં અંતિમ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રીકાને 8 વિકેટથી હરાવીને સીરીઝને 5-1થી પોકાના નામે કરી લીધી છે. આ જીતથી વધુ એક વખત વીરાટ કોહલી ચમક્યો છે અન પોતાના વન ડે કરિયરની 35મી શાનદાર સદી ફટકારીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સીરીઝમાં 500થી વધુ રન બનાવ્યા બાદ વિરાટને પૂંછવામાં આવ્યું કે, તેમની સફળતાનો શું રાઝ છે, તો હસતા અને શરમાતા વિરાટે આ સફળતાનો શ્રેય પોતાની પત્ની અનુષ્કા શર્માને આપ્યો હતો.

 
વિરાટે જણાવ્યુ કે,”આ પ્રવાસ ખુબ જ ઉતાર-ચઢાવભર્યો રહ્યો. મેદાન બહાર રહેલા લોકોને પણ તેનો શ્રેય મળવો જોઇએ.” વિરાટે ખાસ કરીને અનષ્કાનું નામ લઇ કહ્યું કે,”મારી પત્ની જે મને સતત પ્રેરિત કરતી રહે છે તેને પણ મહદઅંશે શ્રેય મળવો જોઇએ. તે આ પ્રવાસ દરમિયાન મારો ઉત્સાહ વધાર્યો છે.”
 
કોહલીએ આ શાનદાર પ્રદર્શન અને જીત બાદ પોતાના પાછલા સમય પર વાત કરતા કહ્યું કે,ભૂતકાળમાં તેને (અનુષ્કા) વિશે ઘણુબધુ કહેવામાં આવ્યુ હતું. પરંતુ તે એક એવી વ્યક્તિ છે, જેણે મને સમગ્ર પ્રવાસ પર સતત સારૂ પ્રદર્શન કરવાની પ્રેરણા આપી.’ આ સાથે જ રનોની ભૂખ વિશે વાત કરતા વિરાટે કહ્યું કે, મારા ક્રિકેટ કરિયરમાં હજૂ પણ 8 થી 9 વર્, બચ્યા છે. જે એક ક્રિકેટ ખેલાડી માટે લાંબો સમય નથી. હું મારી સંપૂર્ણ મહેનત સાથે આ સમગ્ર સમયનો ભરપુર ઉપયોગ કરવા માંગુ છું.