દરેક યુવાને આ પ ફિલ્મ જરૂર જોવી જોઇએ, પરંતુ એકલા હોય ત્યારે

08 Feb, 2018

 યુવાનો પોતાની જિંદગીમાં કેટલીક એવી ફિલ્મ હોય છે જે જરૂર જોવી જોઇએ પરંતુ એકલા હોય ત્યારે કેમ જોવી જોઇએ ? એ પણ અમે તમને બતાવી દઇએ કે એ કઇ ફિલ્મ છે ? પરંતુ એકલા હોય ત્યારે કેમ ? એટલા માટે આ ફિલ્મોમાં દરેકમાં અલગ અલગ દૃષ્ટિકોણ ઉત્પન્ન કરે છે અને એ દૃષ્ટિકોણ તમે એકલા બેઠા હો તો જ વિકસિત થઇ શકે, ચાલો જોઇએ કઇ કઇ ફિલ્મ છે જેને યુવનાઓએ જરૂર જોવી જોઇએ.

૧. બી.એ. પાસ
બી.એ. પાસ એક એવી ફિલ્મ છે જેમાં એક ભણેલા છોકરાને જયારે નોકરી નથી મળતી અને પોતાના પરિવારને ભાર ઉપાડવાનો હોય છે ત્યારે તે કેવી રીતે ખોટા કામોમાં ફસાઇ જાય છ અને પછી છેલ્લેે તેની જિંદગી ખરાબ થઇ જાય છે એટલા માટે આ ફિલ્મ સાચા રસ્તાના સંઘર્ષની પ્રેરણા આપે છે.
 

 
 
ર. ૩ ઇડિયટસ
આ ફિલ્મ જો તમે તમારા પરિવારની જોશો કે પછી એવા મિત્રોની સાથે જોશો જે બિલકુલ જ પ્રોગ્રેસિવ વિચારના નથી તો એવામાં તમારા પર આ ફિલ્મ અસર નહીં નાખી શકે. તમારે આ ફિલ્મને તમારા વિવેકની સાથે જોવાની છે કે કેવી રીતે આમિર આ ફિલ્મમાં પોતાની ક્રિએટીવીટીને જાગૃત કરવાની પ્રેરણા આપે છે.
 
 
૩. ફુકરે
ફુકરે ફિલ્મ કોલેજ સ્ટુડન્ટસના જીવન પર આધારીત છે જેમાં કેટલાક દોસ્ત મલીને જલ્દી રૂપિયા કમાવવાની લાલચમાં ખોટા ધંધા તરફ વળી જાય છે અને છેલ્લે બરબાદી જ થાય છે તો આ ફિલ્મ તમને ઘણી બધું શીખવી શકે છે.
 
 
 

 
૪. તારે જમીં પર
આ ફિલ્મ સ્કુલના બાળકો માટે છે આ ફિલ્મ જોઇને તેને ખબર પડશે કે મા-બાપ તેનું ખરાબ નથી વિચારતા જો તેને ભણવાનું પ્રેશર કરે છે તો તેમાં તેમની જ ભલાઇ છે.
 
 
પ. ભાગ મિલ્ખા ભાગ
ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ સંઘર્ષના સહારે જીતવાની શીખ આપે છે અને સ્ટુડન્ટસમાં એક નવો અને અલગ જ જોશ ભરવાનું કાર્ય કરે છે.