બોલીવુડની પ મુસ્લિમ અભિનેત્રીઓ જે હિટ થવા માટે બની ગઇ હિન્દુ

12 Jul, 2018

 દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બોલીવુડનું નામ આવે છે. દર વર્ષે અહીં ઢગલો ફિલ્મો બને છે અને દર વર્ષે અહીં હજારો લોકો પોતાની કિસ્મત અજમાવવા માટે આવે છે. કોઇકની કિસ્મત સારી હોય છે જેને વધારે સ્ટ્રગલ કરવાની જરૂર નથી પડતી અને તે થોડાક જ સમયમાં બોલીવુડની સ્ટાર બની જાય છે. ત્યાં કોઇકની કિસ્મત એટલી ખરાબ હોય છે કે વર્ષો સ્ટ્રગલ કર્યા પછી પણ તેને સફળતા મળતી નથી અને તે નિરાશ થઇને પાછા ચાલ્યા જાય છે.

 

 

કલાકારને હિંદુ મુસ્લિમના તરાજુમાં તોલી ન શકાય. એક કલાકાર માત્ર કલાકર હોય છે. તેની સાથે ભેદભાવ કરવો નાઇન્સાફી છે અને આ વાતને બોલીવુડ સારી રીતે જાણે છે તેથી તે દરેક મુલ્કના કલાકારોને મોકો આપે છે. બોલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ હાજર છે જે મુસ્લિમ છે પરંતુ ઘણા લોકો તેને હિન્દુ સમજે છે. પરંતુ જેને ખબર છે તેને સાચા દિલથી તે અભિનેત્રીઓનો સ્વીકાર કર્યો છે. આજે અમે એવી પ અભિનેત્રીઓ વિશે વાત કરીશું.

તબ્બુ

 

 

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી તબ્બુનું. તબ્બુનુ પુરૂ નામ તબ્બસુમ ફાતિમા હાશમી છે. અત્યાર સુધી તબ્બુએ ઘણી હીટ ફિલ્મો આપી દે અને તેના અભિનય પ્રતિભાથી દરેક જાણે છે. તેની ગણતરી બોલીવુુડની સૌથી સશકત અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તબ્બુએ પોતાની ફિલ્મી કેરીયરની શરૂઆત વર્ષ ૧૯૮૫માં આવેલી ફિલ્મ હમ નૌજવાનથી કરી હતી. તબ્બુ સિવાય તેની બહેન ફરાહ પણ બોલીવુડની પ્રખ્યાત હીરોઇન રહી ચુકી છે. અત્યાર સુધી તબ્બુએ ફિલ્મના પડદા પર ઘણા હિંદુ-મુસ્લિમ પાત્રો નિભાવ્યા છે. પરંતુ અસ્સલમાં એક મુસ્લિમ પરિવારથી આવે છે.

આલિયા ભટ્ટ

 

 

આલિયા ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી નાની અને ચુલબુલી અભિનેત્રી છે. તેને પોતાની અદાકારીનો જલવો ઘણી ફિલ્મોમાં બતાવ્યો છે. તેને હાઇવે, ડિયર જિંદગી, હંપટી શર્મા કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં કમાલનો અભિનય કર્યો છે. આલિયાએ કરણ જૌહરની ફિલ્મ સ્ટુન્ડટ ઓફ ધ યરથી ડેબ્યુ કર્યો હતો. હાલમાં જ આવેલી તેની ફિલ્મ રાઝીએ રેકોર્ડતોડ કમાણી કરી છે. આલિયા ભટ્ટના પિતાનું નામ મહેશ ભટ્ટ અને અને માતાનું નામ સોની રાજદાન છે. જણાવી દઇએ કે મહેશ ભટ્ટના પિતાનું નામ શિરીન મોહમ્મદ અલી છે.

 

 

માન્યતા દત્ત

 

 

માન્યતા દત્ત બોલીવુડની પ્રખ્યાત અભિનેતા સંજય દત્તની પત્ની છે. જણાવી દઇએ કે માન્યતાનું અસલી નામ દિલનવાઝ શેખ છે અને તે સંજય દત્તની ત્રીજી પત્ની છે. તેમને ફિલ્મો આવવા માટે પોતાનુ નામ દિલનવાઝથી બદલીને માન્યતા રાખી લીધું. માન્યતા આવી તો હતી હીરોઇન બનવા પરંતુ તેને સફળતા ન મળી. તે ફિલ્મ ગંગાજળમાં આઇટમ નંબર કરીને ચર્ચામાં આવી હતી.

માના શેટ્ટી

 

 

માના કાદરી ફિલ્મ એકટર સુનિલ શેટ્ટીની પત્ની છે. માના અને સુનિલના લગ્ન વર્ષ ૧૯૯૯માં થયા હતા. કહેવામાં આવે છે કે તેમને પહેલી નજરમાં એકબીજાથી પ્રેમ થઇ ગયો હતો. એકબીજાને ૯ મહિના ડેટ કર્યા પછી બન્નેએ લગ્ન કરી લીધા હતા. જણાવી દઇએ કે માના એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે ત્યારે સુનિલ એક હિન્દુ પરિવારમાંથી આવે છે.

મધુબાલા

 

 

મધુબાલા પોતાના સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રી હતી. મધુબાલાનું અસલી નામ મુમતાજ બેગમ જહાં છે. બોલીવુડમાં આવવા માટે તેમણે પોતાનું નામ બદલીને મધુબાલા રાખી લીધુ હતું. તેમણે એક અભિનેત્રીના રૂપમાં ઓળખાણ વર્ષ ૧૯૪૭માં આવેલી ફિલ્મ નીલકમલથી મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રાજકુમાર નજર આવ્યા હતા. જણાવી દઇએ કે ૧૪ ફેેબ્રુઆરી ૧૯૩૩માં મધુબાલાનો જન્મ રાજધાની દિલ્હીમાં થયો અને તે એક મુસ્લિમ પરિવારમાં થયો હતો.