ખાખીનો ડર : પોલીસ સ્ટેશનને પહોંચીને આરોપી બોલ્યો, ગોળી ન મારતા, જેલમાં નાખી દો

20 Feb, 2018

 પોલીસ દ્વારા કરવામાં આવી રહયા એન્કાઉન્ટર્સથી અપરાધીઓના મનમાં ડર એ રીતે પેસી ગયો છે કે આરોપી પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ અધિકારીઓને પોતાને જેલમાં નાખવાની ભીખ માંગે છે. તાજેતરમાં યુપીના શામલી જિલ્લામાં જયાં એક હત્યાના આરોપી પોતાના સાથીની સાથે પોલીસ સ્ટેશનને પહોંચ્યો. અહીં તેણે ગોળી ન મારવા અને પોતાને જેલમાં બંધ કરવાની ભીખ માંગી.

મળેલી જાણકારી મુજબ એન્કાઉન્ટર્સનો ડર અપરાધીઓ પર હવે દેખાવા લાગ્યો છે. યુપીના જિલ્લા શામી સ્થિત ઝિંઝાના પોલીસ સ્ટેશનમાં એક હત્યારના આરોપી પોતાના સાથી સાથે પહોંચ્યો. આરોપીએ એસએચઓ સંદિપ બાલિયાનને કહયું, સાહેબ, મને જેલમાં નાખી દો. હું હત્યારો છું. હું એસ.પી.ની બીકથી હરીયાણા ભાગી ગયો હતો કે કયાંક એસપી સાહેબ મને ગોળી ન મારી દે. આરોપીની વાત સાંભળીને એસએચઓ સંદિપે તેમને તત્કાલ કસ્ટડીમાં લીધો અને જેલમાં નાખી દીધો.
એસપી શામલી ડો. અજય પાલથી ડરેલા આરોપી મુંસાદ પુત્ર યામીન નિવાસી ખ્વાજપુરાના ઝિંઝાના પોલીસ સ્ટેશનમાં જઇને આત્મસમર્પણ કર્યું. મુંસાદે એસએચઓ સંદિપ બાલિયાને ગોળી ન મારવાની આજીજી કરી. સાથે જ મુંસાદે જીવનમાં કયારેય ગુનો ન કરવાની સોગંધ ખાધી.
ગઇ તા. ૨૧ જાન્યુઆરીના ખવાજપુરા ગામમાં જાલ્લા ઉર્ફે તૈયબની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ મામલામાં ૬ આરોપીઓએ પહેલે જ એસપી શામલી અજયપાલના ડરથી કોર્ટમાં સરન્ડર કરી ચુકયા છે. એસએચઓ સંદિપ બાલિયાને કહયું કે ગુનાની વિરુદ્ધ શામલી પોલીસનું આ અભિયાન ચાલુ રહેશે.