જયાં શિવ-પાર્વતીએ લીધા હતા સાત ફેરા, ત્યાં થશે મુકેશ અંબાણીના દીકરાના લગ્ન

01 Aug, 2018

 ભારતના સૌથી અમીર મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અને હીરા કારોબારી રસેલ મહેતાની નાની દીકરી શ્ર્લોકાના લગ્ન દેવભૂમિ ઉત્તરાખંડના આ મંદિરમાં થઇ શકે છે.

રૂદ્રપ્રયાગ જીલ્લાના પ્રખ્યાત ત્રિયુગી નારાયણ મંદિરમાં આકાશ અને શ્ર્લોકાના લગ્નની વિધિ થઇ શકે છે. આ માટે રિલાયન્સ કંપનીના અધિકારીઓની એક ટીમે મંદિર અને ત્યાં થઇ રહેલા વેડીંગ ડેસ્ટિનેશનની જાણકારી મેળવી. સરકાર પણ આ અવસરને ચુકવવા નથી માંગતી, કેમ કે અહીં આયોજન થવાથી વેડિંગ ડેસ્ટીનેશનની શાનદાર બ્રાન્ડિંગ થવાનું નકકી છે.
 

ત્રિયુગી નારાયણ મંદિર વિશે માન્યતાછ ે કે અહીં લગ્ન કરવાવાળા દંપતિની પરિણીત જિંદગી ખુશીઓથી ભરાય જાય છે. આ મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને આજે પણ તેના લગ્નની નિશાની અહીં હાજર છે. કહેવામાં આવે છે કે મંદિરમાં એક જવાલા છેલ્લા ત્રણ યુગોથી સળગી રહી છે. આ જવાલાને સાક્ષી માનીને ભગવાન શિવ અને પાર્વતીએ વિવાહ કર્યા હતા.

મંદિરમાં હાજર અખંડ ધુનીના ચારેબાજુ ભગવાન શિવે અને પાર્વતીની સાથે ફેરા ફર્યા હતા. મંદિરમાં શ્રદ્ધાળુ પ્રસાદના રૂપમાં લાકડાઓ પણ ચઢાવવામાં આવે છેે. સાથે જ પવિત્ર અગ્નિકુંડની રાખ પોતાના ઘર લઇ જાય છે. કહેવામાં આવે છે કે આ રાખ વૈવાહિક જીવનમાં આવનારી બધી પરેશાનીઓને દુર કરે છે.

ત્રિવેન્દ્ર સરકારે આ મંદિરના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને આ સ્થાનને વેડીંગ ડેસ્ટીનેશનના રૂપમાં વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે અહીં આવશ્યક સુવિધાઓ આપવાનો કામ શરૂ થઇ ચુકયું છે. વેડિંગ ડેસ્ટીનેશન બનવાથી પહેલા આ મંદિરમાં દેશ-વિદેશમાં ઓળખાણ મળી હતી.

સુત્રોએ જણાવ્યું કે વેડિંગ ડેસ્ટીનેશન બન્યા પછી સૌથી પહેલા આયોજન અંબાણી પરિવારની આ હાઇપ્રોફાઇલ લગ્નથી જોડાયેલુ થઇ શકે છે. તેની કમાન મુખ્યમંત્રીના ઔદ્યોગિક સલાહકાર કેએસ પંવાર સંભાળે છે. ઉત્તરાખંડથી અંબાણી પરિવારનો લગાવ જુનો છે. હંમેશા અંબાણી અહીં ચાર ધામના દર્શન કરવા માટે આવે છે.