જાણો દર મિનિટે કેટલી કમાણી કરે છે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી

27 Jun, 2018

રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીના હેડ તરીકે મુકેશ અંબાણીની સેલરી છેલ્લા એક દશકથી 15 કરોડ રૂપિયા જ છે. છેલ્લા 10 વર્ષથી મુકેશ અંબાણીએ પોતાની સેલરી વધારી નથી. મુકેશ અંબાણીની સેલરી 15 કરોડ રૂપિયા છે-તે હિસાબે દર મહિને 1.25 કરોડ રૂપિયા, દિવસના 4.16 લાખ રૂપિયા, દરેક કલાકના 17333 રૂપિયા અને દરેક મિનીટના 288 રૂપિયા કમાય છે.

પરંતુ મુકેશ અંબાણી સિવાય કોઈ પણ ટોપ રેન્કિગ સી-સ્યૂટ મેમ્બર્સ છે, જેમની સેલરી અંબાણી કરતા ઘણી વધારે છે. હાલના વર્ષ 2018માં બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજની વાર્ષિક આવક 28.32 કરોડ રૂપિયા છે. દેશની સૌથી મોટી કંપની એન્જિનિયરીંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રોના એક્ઝીક્યુટીવ ચેરમેન એમ નાયકની 2017ની સેલરી 40.87 કરોડ રૂપિયા હતી.

આઈટીસીના ચેરમેન વાઈ.સી.દેવેશ્વરની સેલરી 2017માં 21.17 કરોડ રૂપિયા હતી. અબજપતિઓના લિસ્ટમાં અંબાણી કરતા પાછળ રહેવા પછી પણ ઘણા લોકોની સેલરી તેમના કરતા વધુ છે. તેમાંથી એક છે હીરો મોટો કોર્પના સીએમડી પવન મુંજાલ જેની સેલરી 2017માં 59.66 કરોડ રૂપિયા રહી હતી.