સાક્ષી ધોનીએ શેયર કરી એવી તસવીર સોશ્યલ મીડિયા પર મચી ગયો હંગામો, માહીને મળવા લાગી સલાહ

31 Jul, 2018

 હાલમાં જ સાક્ષી ધોનીની બેસ્ટ ફ્રેન્ડ પૂર્ણા પટેલ બિઝનેસ મેન નમિત સોની સાથે લગ્નના બંધનમાં બંધાઇ ચુકી હતી. પૂર્ણાના લગ્નના દરેક ફંકશનમાં સાક્ષી પોતાના પરિવારની સાથે સામેલ થઇ. મહેન્દ્રસિંહ ધોની અને જીવાની સાથે સાક્ષી આ લગ્નમાં હાજર રહી હતી. સોશ્યલ મીડિયા પર તો ધોની, સાક્ષી અને જીવાની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા જ, સાથે જ સાક્ષી ધોનીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પણ આ લગ્નના ઘણી તસવીરો શેયર કરી. લગ્નની આ તસવીરોમાં સાક્ષી ધોનીએ જે તસવીરો સૌથી છેલ્લે શેયર કરી. તેના પર સોશ્યલ મીડિયા પર ઘણો હંગામો મચી ગયો છે. સાક્ષીની આ તસવીર પર એટલો બવાલ થયો કે લોકોએ મહેન્દ્રસિંહ ધોનીને સલાહ આપવાની શરૂ કરી દીધી.

જણાવી દઇએ કે પૂર્ણા પટેલ પૂર્વ કેન્દ્રીય મઁી અને એનસીપીના નેતા પ્રફુલ પટેલની દીકરી છે. પૂર્ણા અને સાક્ષી ઘણા જુના અને કલોઝ ફ્રેન્ડ છે. સાક્ષી હંમેશા પૂર્ણાની સાથે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી. સાક્ષીએ પૂર્ણા પટેલની રીસેપ્શન પાર્ટીમાં જે ડ્રેસ પહેરી હતી, તેનું ટોપ સ્કીન કલરનું હતું. સાક્ષીએ પોતાની આ તસવીરનો કલોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું. જે પછી લોકોએ તેને ટ્રોલ કરવા શરૂ કરી દીધું. સાક્ષીની આ તસવીર પર લોકો ધોનીને સલાહ આપવાની શરૂ કરી દીધી.
 

લોકોએ ધોનીને સલામ આપતા કહયું કે, ધોની સર કા તો ધ્યાન રખ લેતી કુછ ભી અપલોડ કર દેતે હો. કેટલાક યુઝર્સએ કહયું અમે ધોની સરનું સમ્માન કરીએ છીએ, પરંત્ુ આ કપડા પશ્ર્ચિમી સંસ્કૃતિના છે અને આપણે આવા કપડા પહેરવા ન જોઇએ.