ગુજરાતી ફિલ્મ 'શું થયું?' એ 3 દિવસમાં કરી આટલી કમાણી

28 Aug, 2018

ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકની ડિરેક્ટ કરેલી અર્બન ગુજરાતી ફિલ્મ 'શું થયું' લોકોને પસંદ આવી રહી છે. 'શું થયું' એ ચાર દોસ્તોની આસપાસ આકાર લેતી હળવી કોમેડી ફિલ્મ છે. શું થયું ફિલ્મે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક મેળવ્યો છે.

આ ફિલ્મે શુક્રવારે 1.01 કરોડ, શનિવારે 1.51 કરોડ, રવિવારે 2.47 કરોડ એમ રીલિઝ થયાંના 3 દિવસમાં 5 કરોડ કરતાં વધુની કમાણી કરી છે.